________________
પ્રકાશકીય-નિવેદન
સતનય, સપ્તભંગી અને નિક્ષેપ વગેરે વિસ્તારથી બંધ આપતો “નપદેશ' નામને આ થથ છે. આ ગ્રન્થ દાર્શનિક વિષયને લગતા છેલ્લી કેટિના વિચારોથી અને અનેક પ્રકારના વાદથી ભરપૂર છે જેવા કે-ચિવવાદ, અપેક્ષાબુદ્ધિવાદ, પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ વાદ વગેરે. તથા તે તે વાદેને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચેલ છે. આ ગ્રંથના પ્રણેતા પૂજ્યપાદ જૈનન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ છે. તેમના જીવન અને કવન વિષે કેટલાયે વિદ્વાનોએ ખૂબ પ્રકાશ પાડ્યો છે તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી, પરંતુ ન્યાયના પ્રખર પાંડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં એમણે જીત મેળવવાથી એ જ પંડિતમંડળીએ “ ન્યાયવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા હતા, તથા ન્યાયના એક સે આઠ ગ્રોથ રચ્યા બાદ “ ન્યાયાચાર્ય ની પદવીથી નવાજ્યા હતા. આ જ ગ્રંથ ઉપર તેઓશ્રીએ “નયામૃતતરંગિણું” નામની ટીકા રચી છે. તેમની કસાયેલ વિદ્રશ્ય હું કલમથી લખાયેલ આ “નયામૃતતરંગિણું” યુક્ત “નપદેશ” નામને થથ આધુનિક પ્રજાને ટીકા વિના સાંગોપાંગ સમજ મુશ્કેલ હતું તથા ઘણે સ્થળે મૂળ ગ્રન્થ અશુદ્ધ હતું, તેથી પૂજય પાદ શાસનસમ્રા સર્વતન્નરવતત્વ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્દ ? વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાની કુશાગ્રબુદ્ધિથી બને તે રીતે શુદ્ધ કરવા સાથે વિદ્વત્સમાજ તેમજ તત્વરસિક છે સહેલાઈથી પ્રવેશ કરી શકે તે અર્થે આ “નયામૃતતરંગિણી' ટીકા યુક્ત “નપદેશ' ગ્રન્થ પર નયરૂપી અમૃતથી ભરેલ વિશાળ નદીનું અવગાહન કરવા માટે નક સમાન “તરંગિણતરણ” નામની સુંદર ટકા રચી છે, તે અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રન્થ અપ્રતિમ પ્રતિભાયુક્ત રહસ્યમય છે એ વાત તે નિઃશંક છે, પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “તરંગિણતરણ” વિવૃતિ રચી પિતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, તે સાધત સૂફમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “ તરંગિણતરણી’ વિવૃતિની સાર્થકતાનો સાક્ષાત્કાર થયા વિના રહેતા નથી. જેના ન્યાયની સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રન્થ અનેરો પ્રકાશ ફેકે છે, જિજ્ઞાસાવાળા મહાનુભાને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રન્થ ને ટકાની મહત્તાને ખરે
ખ્યાલ આવી શકશે. પૂજ્ય પ્રખરવક્તા વિર્ય પંન્યાસજી મ. શ્રીસુશીલવિજયજી ગણિવર્યો પ્રેસકેપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે, અને પ્રસ્તુત ગ્રન્થનું સાદ્યન્ત પ્રફ વિગેરેનું સંશોધનકાર્ય, વ્યાકરણતીર્થ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશલતાથી કરેલ છે તે છે ધન્યવાદને પાત્ર છે.
આને પ્રથમ વિભાગ રાવબહાદુર-જે. પી. શ્રેષ્ટિવર્ષ જીવતલાલ પ્રતાપસિંહ સંઘવીની દ્રવ્ય સહાયતાથી પૂર્વે પ્રગટ થયે હતું, અને આ દ્વિતીય વિભાગ શ્રેષ્ટિવર્ય પુરુષેત્તમભાઇ સુરચંદની દ્રવ્યસહાયતાથી બહાર પડે છે. એ બંને દાનવીરને તેમના જ્ઞાનભક્તિાનમિત્તક ધન્યવાદ ઘટે છે.