________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન પણ પ્રાસાદ બાંધવાની ભૂમિમાં તે પાણી આવે ત્યાં સુધી શલ્યને દોષ લાગે છે તેથી જળ સુધી ભૂમિ ખેદી શલ્યશોધન કરવું. ૮૯, ૯૦.
પ્રાસાદનું માપ કયાંથી લેવું તે વિષે. एकहस्तादिप्रासादाद्यावद्धस्तशतार्धकम् ॥
प्रमाणं कुंभके मूले नासिकाभित्तिबाह्यतः ॥९॥
એક (ગજ) થી ૫૦ પચાસ ગજ સુધીના પ્રાસાદેના મા૫નું પ્રમાણ કુભાના મૂળમાંથી લેવું એટલે પ્રાસાદની ભિત્તિસહિત બહારની બે કણે (રેખા) થી માપ લેવું અને નાસિકાએ ભીંતની બહાર સમજવી. ૯૧.
ફર્મશિલા સ્થાપન વિધિ. नागवास्तुं समालोक्य कुर्यात् खातविधि सुधीः ॥
पाषाणान्ते जलान्ते वा तत्र कूर्म निवेशयेत् ॥१२॥ વિદ્વાન પુરૂષે ( શિલ્પીએ) નાગવાતુનો વિચાર કરી બાતવિધિનો અર્થ ગર્ત ખોદવાને આરંભ કરે અને પત્થર અથવા પાણી આવે ત્યાં સુધી ખોદાણ કરી પછી ત્યાં કુર્મશિલાની વિધિવત્ સ્થાપના કરવી. ૨.
નાગવાસ્તુ વિચાર नागवास्तुंरथ ज्ञेयः पूर्वादिषु गतिः क्रमात् ।।
कन्यादित्रितये सूर्ये भाद्रादौ च त्रिमासके ॥९॥ કન્યા, તુલા અને વૃશ્ચિક આદિ ત્રણ ત્રણ રાશિઓની સૂર્યકાન્તિઓ તથા ભાદ્રપદ, આશ્વિન અને કાતિક આદિ ત્રણ ત્રણ માસમાં નાગવાતુ (સર્પનું મુખ) અનુક્રમે પૂર્વાદિ એટલે પૂર્વ, દક્ષિણ ઇત્યાદિચારે દિશાઓમાં ગતિ કરે છે એમ જાણવું. માટે જે દિશામાં સર્પનું મુખ હોય તેમાં ખાત છેદવાનું કાર્ય કરવું નહિ. ૯૯.
चतुष्षष्टिपदे क्षेत्रे लिखेदर्कादिवासरान् ।
शन्यङ्गारकयोर्यत्र शरीरं तत्र नो खनेत् ॥१४॥ ચોસઠ (૬૪) ભાગને સમચોરસ એક કોઠે કરે અને તેમાં અનુક્રમે રવિ, એમ વિગેરે સાત વારે લખવા. કેડામાં જે સ્થળે એક પંક્તિમાં શનિ અને મંગળ આવે ત્યાં સર્ષ (નાગવાતુ) નું શરીર સમજવું અને ત્યાં ગર્ત, પ્રથમ જમીન દવાને આરંભ કરે નહિ. ૯૪.