________________
ચતુદશ રત્ન 1 તિમુહૂર્ત લક્ષણાધિકાર
૬૩૧ प्रतिष्ठामण्डपे चैव होमस्थाने विशेषतः ॥
वत्सदोषो न कर्तव्यश्चाथ सौभाग्यदायकाः ॥२१८॥ इतिश्री वास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते
शिल्परत्नाकरे ज्योतिर्मुहूर्तलक्षणाधिकारे गुर्जरभाषायां
__ शिल्पचतुर्दशरत्न सम्पूर्णम् । शुभं भूयात् ॥ ભારદ્વાજ અને વિશિષ્ઠ ગોત્રના વંશજો તથા જ્ઞાતિવાળાઓને વિશેષ કરીને વત્સ દેષ લાગતું નથી તેમજ ચતુર્મુખ પ્રાસાદ, પુર, નગર, કૂપ, કુંડ, તડાગ વિગેરે કરવામાં વત્સ દોષ લાગતું નથી તથા દ્વારની અંદરના ભાગે બીજું દ્વાર મૂકવામાં અને મધ્યમાં ચતુર્મુખ ભૂમિને વત્સ દેષ લાગતું નથી. તેવી રીતે પ્રતિષ્ઠાનો મંડપ કરવામાં તથા વિશેષ કરીને હેમસ્થાન બનાવવામાં વત્સ દેષ લાગતું નથી. વત્સ દેષ હોય તે પણ આ સર્વ સૌભાગ્યને આપનારાં જાણવાં. ૨૧૬, ૨૧૭, ૨૧૮. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું તિર્મુહૂર્ત
લક્ષણાધિકાર નામનું ચૌદમું રત્ન સંપૂર્ણ
समाप्तम् ।