________________
૬૩૦
શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન રાહુ સન્મુખ હોવા છતાં દ્વાર મૂકવાનું વિધાન. सन्मुखो राहुः पृष्ठे वा द्वारश्च स्थापयेत्सुधीः ॥ सूर्यांगुला शलाकाद्या विस्तारांगुलिका तथा ॥२१२॥ द्विशलाका द्विकोणे स्यात्ताम्रशुद्धा च तत्र वै ॥
स्थापिते वदने धीमानन्तरिक्षः प्रजायते ॥२१३॥ રાહ સન્મુખ હોય કે પછવાડે હોય તેવા સમયમાં જે બારણું મૂકવાની આવશ્યકતા હોય તે બુદ્ધિમાન પુરૂષ નીચે બતાવેલી વિધિ અનુસાર દ્વારા સ્થાપન કરવું.
બાર આગળ લાંબી અને એક આંગળ પહેલી એવી શુદ્ધ તાંબાની બે શલાકાઓ (પટ્ટીએ) કરાવી દ્વારના બને કેણુઓની નીચે મૂકી તેના ઉપર દ્વાર સ્થાપન કરવું. આ પ્રમાણે દ્વારનું સ્થાપન કર્યાથી અંતરિક્ષ દ્વાર થાય છે. તેથી રાહુને દેષ લાગતું નથી. પરંતુ આ વખતે દ્વારપ્રતિષ્ઠા વિધિ કરવી નહિ. ૨૧ર, ૨૧૩.
पुनः शुद्धदिशाकाले तिर्यगृक्षे सुशोभने । द्वारचक्रं शुभस्थाने बलिपूजाविधानकैः ॥२१४॥ खातयेत् कूच्छ्रितं द्वारभित्तिकायाञ्च बुद्धिमान् ॥
नीत्वा तदा शलाकाञ्च द्वारं वै स्थापयेत्तथा ॥२१॥
ફરી જ્યારે રાહુ શુદ્ધ દિશામાં આવે ત્યારે તિર્યગતિના શુભ નક્ષત્રના દિવસે પિતાના મૂળ સ્થાનમાં કારચક્ર ને દ્વારપ્રતિષ્ઠાની બલિપૂજાના વિધાનપૂર્વક નીચે બતાવેલી વિધિ પ્રમાણે સ્થાપવું.
બુદ્ધિમાન શિલ્પીએ દ્વારના ખુણાએ ( શલાકાની જગ્યાએ ) ભિત્તિમાં દિવાલ કચી બાકુ પાડવું અને શલાકા ખેંચી કાઢવી અને પછી દ્વારા સ્થાયી દિવાલમાં પાડેલું બાકું ચણ લેવું. આ પ્રમાણે દ્વારસ્થાપન વિધિ જાણવી. ૨૧૪, ૨૧૫.
વત્સદોષ ઉત્પન્ન ન થવા વિષે. भारद्वाजवशिष्ठानां वंशज्ञातीन् विशेषतः ॥ प्रासादे च चतुर्दारे पुरे च नगरायणे ॥२१६॥ कूपे कुण्डे तडागे वा वत्सदोषो न विद्यते ॥ द्वारस्याभ्यन्तरे द्वारे मध्ये भौमं चतुर्मुखम् ॥२१७॥