________________
ચતુદશ રત્ન ] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર.
લગ્ન શુભ હોય છતાં અંશ (નવાંશી ક્રૂર હોય તો તે ઈષ્ટ સિદ્ધિને આપ નથી, અને લગ્ન ક્રૂર હોય છતાં અંશ સેમ્ય હોય તે શુભકારક છે. કારણ કે અંશજ બલવાન છે તેમજ ક્રૂર અંશ (નવાંશ) માં રહેલ સૌમ્ય ગ્રહ પણ ક્રૂર થાય છે અને સૌમ્ય ગ્રહમાં રહેલે ક્રૂર ગ્રહ પણ સૌમ્ય થાય છે. ક્રૂર અંશમાં રહેલા સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પણ દુષ્ટ થાય છે અને સૌમ્ય ગ્રહમાં રહેલા કર ગહની દૃષ્ટિ પણ શુભ થાય છે એવું લલ્લ તથા શ્રીપતિ કહે છે. ૧૫૩.
ઘર તથા દેવમંદિરના આરંભમાં લગ્નબળ વિચાર. द्विःस्वभावे स्थिरे लग्ने शुभैय॑ष्टांत्यगैर्ग्रहैः ॥
पापैरायारिगैः कुर्यान्मंदिरारंभणं बुधः ॥१५४॥ દ્વિસ્વભાવ તથા સ્થિર લગ્ન હય, ૮ અને ૧૨ મા સ્થાનને છેડી બીજા સ્થાનમાં શુભ ગ્રહ હોય તથા પાપગ્રહ ૧૧ મા અને ૬ ઠ્ઠા સ્થાનમાં હોય તે બુદ્ધિમાન્ પુરૂએ ઘર અને મંદિર બનાવવાનો આરંભ કરે. ૧૫૪.
ગૃહારંભમાં શુભ યેગે. लग्ने गुरौ रवी षष्ठे धूने ज्ञे भार्गवे सुखे ॥
मन्द्रे त्रिगे कृतं तिष्ठेन् मंदिरं शरदां शतम् ॥१५॥ લગ્નમાં ગુરૂ, છઠું સ્થાને સૂર્ય, સાતમે બુધ, ચોથે શુક્ર અને ત્રીજા સ્થાને શનિ હોય તે એવા મુહૂર્તમાં બનાવેલું મંદિર અથવા ઘર ૧૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૫.
तनौ शुक्र सहोत्थेऽर्के षष्ठे भौमे सुते गुरौ ॥
समारब्धं गृहं तिष्ठेद्वायनानां शतं द्वयम् ॥१५६॥ લગ્નમાં શુક્ર, ત્રીજા સ્થાને સૂર્ય, છ સ્થાને મંગળ અને પાંચમા સ્થાને ગુરૂ હેય એવા વેગમાં ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘર ૨૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૬.
सूर्ये लाभगते शुक्रे तनौ नभसि चंद्रजे ॥
गेहं वर्षशतायुष्यं निर्मितं नृवरैर्भवेत् ॥१५७॥
અગિયારમા સ્થાને સૂર્ય, લગ્નમાં શુક્ર અને બુધ દશમ સ્થાને હોય એવા યેગમાં પ્રારંભ કરેલું ઘર ૧૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૭