________________
શિલ્પ રત્નાકર
[ ચતુર્દશ રત્ન
oc
અક્ષર ‘ છુ. ’ લખવા અને તેની નીચેની કુંડળીમાં જે અંશ નક્કી થયા હોય તે લખવા. એવી રીતે દરેક ગ્રહેાના અશ, કળા ને વિકળા લખવી.
૫ ગુરૂ તેર ( ૧૩ ) મહિના સુધી એક શિશમાં રહે છે અને ખાર દિવસે એક અંશ ચાલે છે એટલે એક મહિને અઢી અશ બદલાય છે તેથી મુહૂત કે જન્મની ઇષ્ટ ઘડી વખતે કેટલા અશે છે તે 'ચાંગમાં જોઈ આર દિવસના એક અશ પ્રમાણે વધઘટ કરી ગુરૂ કયી રાશિને અને કેટલા અંશે છે તે નક્કી કરી કુંડળીમાં મૂકવું. ઉપર જણાવેલા સમયે શુરૂ કર્ક રાશિમાં છે માટે ક રાશિના ચેાથે આંક લગ્નનાજ કાડામાં છે ત્યાં ગુરૂને ‘જી. ’ અક્ષર મુકવા અને નીચેની કુંડળીમાં તે રાશિની નીચે જે અશ આવ્યા હોય તે મૂકવા.
શુક્ર એક રાશિમાં એક માસ સુધી રહે છે. એટલે દરરોજ એક અશ ચાલે છે. તે પ્રમાણે ઇષ્ટ ઘડીના દિવસ સુધીમાં વધઘટ કરી જે રાશિના અને કેટલા અંશે છે તે નક્કી કરી કુ'ડલીના કાઠામાં તે રાશિ ભેગા મૂકવા. હવે ઉપર જણાવેલા સમયે શુક્ર મિથુન રાશિમાં છે માટે મિથુન રાશિના ૩ જા મક ભેગે શુક્રના પહેલા અક્ષર જી. ’ મૂકવો.
<
७ શનિ એક રાશિમાં ત્રીસ મહિના સુધી રહે છે એટલે એક મહિને અથવા ત્રીસ દિવસે એક અંશ ચાલે છે. માટે ઇષ્ટ ઘડીના દિવસે ફેરફાર વિશેષ થતા નથી અને કદાચ થતો જણાય તે વધઘટ કરી જે રાશિના અને જેટલા અંશે હોય તે નક્કી કરી કુંડળીના કોઠામાં તે રાશિ ભેગે મૂકવા. હવે ઉપરના સમયે શિને મકર રાશિમાં છે માટે મકર રાશિના ૧૦ના આંક ભેગે શિનના પહેલા અક્ષર · શ, ’ મૂકવો.
૮ રાહુ અઢાર મહિના સુધી એક રાશિમાં રહે છે એટલે અઢાર દિવસે એક અશ પાછે હઠે છે; કારણ કે તેની ગતિ ઉલટી છે એટલે ઇષ્ટ ઘડીના દિવસે પચાંગમાં જે રાશિને જેટલા અંશે હોય તેમાં ઘણે ભાગે ફેરફાર થતુ નથી. માટે પંચાંગમાં જોઈ કુંડળીના કાઠામાં મૂકવા. હવે ઉપરના સમયે રાહુ કુંભ રાશિમાં છે. માટે કુંભ રાશિના ૧૧ મા આંક ભેગે રાહુના પહેલા અક્ષર ‘ રા. ’ લખવા.
હુ કેતુ પણ એક રાશિમાં અઢાર માસ સુધી રહે છે. એટલે એ અઢાર દિવસે એક અશ પાડે છે. તે પણ ઘણે ભાગે પચાંગની કુંડળીમાં જે રાશિમાં જેટલા અ'શ હોય છે તેમાં અઢાર ( ૧૮ ) દિવસ સુધી કાયમ રહે છે. ઉપરના સમયે કેતુ સિંહ રાશિમાં છે માટે સિંહ રાશિના પુ ના આંક ભેગે · જે. ’ મૂકવો.
એવી રીતે લગ્નકુંડળી તૈયાર કરી લગ્નકુડળીમાં આવેલા ગ્રહેાનુ શુભાશુભ મૂળ તપાસવું.