________________
ચતુશ રત્ન ] તિર્મુહુર્ત લક્ષણાધિકાર.
૬૦૭ ૧ હવે આ નક્કી કરેલા લગ્નના દિવસે વરખ રાશિના ૨૨ અંશને સૂર્ય છે. માટે વરખ રાશિના અંક ૨ વાળા કેહામાં ફુ.” અક્ષર લખવે. સૂર્ય એક રાશિમાં એક મહિના સુધી રહે છે એટલે દરરોજ એક અંશ ચાલે છે. તે પ્રમાણે પંચાંગમાં કુંડળી જોઈ વધઘટ થતી હોય તે પ્રમાણે અંશ કાઢવા.
ર તે પછી ચંદ્ર કયી રાશિમાં કેટલા અંશે છે તે પંચાંગમાં પુનમ કે અમાસની કુંડળીમાં લખેલું હોય છે પણ ચંદ્ર સવા બે દિવસમાં એક રાશિ એટલે ત્રીસ (૩૦) અંશ ચાલે છે જેથી એક દિવસમાં લગભગ ૧૪ અંશ ચાલે. એ રીતે સવા બે દિવસ ચંદ્ર એક રાશિમાં રહે છે અને ત્યાર પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.
પંચાંગમાં તિથિની સામે ચંદ્ર કયી રાશિનો છે અને કયે દિવસે કયી ઘડીએ બેઠેલે છે તે લખેલું હોય છે. હવે જ્યારે જે રાશિમાં ચંદ્રમા બેઠે ત્યારથી જન્મ કે ઈષ્ટ ઘડીપળ સુધી દરરોજના ૧૪ અંશ લેખે કેટલા અંશ છે તે ગણી જન્મ કે મુહૂર્તની ઈન્ટ ઘડી વખતે કેટલા અંશે ચંદ્ર છે તે શોધી કાઢવું અને જે રાશિને ચંદ્ર હેય તે રાશિને આંક જે ખાનામાં હોય તે ખાનામાં ચંદ્રને પહેલે “.” અક્ષર મૂક અને કુંડળીની નીચે ગ્રહના અંશને કેઠે આપવામાં આવે છે તેમાં ચંદ્રની રાશિના નામ તળે તેના અંશ લખવા. એવી રીતે ચંદ્ર મિથુન રાશિનો છે માટે ૩ આંકડાવાળા લગ્નકુંડળીના કોઠામાં શુક છે ત્યાં ચંદ્રને પણ મૂકે.
૩ મંગળ જન્મ વખતે કયી રાશિના કેટલા અંશે છે તે જોવું. મંગળ દેઢ દિવસે એક અંશ ફરે છે એટલે જ્યારથી જે રાશિમાં મંગળ બેઠે હોય ત્યારથી દેઢ મહિના સુધી તે રાશિમાં જ રહે છે. માટે પંચાંગમાં પુનમ કે અમાસની કુંડલીમાં મંગળ જેટલા અંશને જે રાશિનો હોય તે અંશમાં જન્મ દિવસ સુધીના દેઢ દિવસના એક અંશ પ્રમાણે ગણી અંશમાં વધઘટ કરી અંશ કાઢવા. હવે ઉપર જણાવેલા સમયે મંગળ મેષ રાશિને છે માટે મેષ રાશિનો આંક ૧ને આવ્યા. જેથી લગ્ન કુંડળીમાં એક આંકવાળા મેષ રાશિના જેઠામાં મંગળને પહેલે અક્ષર “.” મૂ અને કુંડળીની નીચે ગ્રહોના અંશને કઠે આપવામાં આવે છે તેમાં મંગળની રાશિના નામ તળે અંશ લખવા. - ૪ બુધ એક દિવસે એક અંશ ચાલે છે અને એક મહિનામાં એક રાશિ ભગવે છે. માટે પંચાંગમાં આપેલી કુંડલીમાં જે રાશિમાં હોય અને તે કેટલા અંશમાં છે તે નક્કી કરી તેમાં મુહૂર્તન કે જન્મના દિવસ સુધી દરરોજના એક અંશ પ્રમાણે ગણી વધઘટ કરી નકકી અંશ કાઢવા. હવે ઉપર જણાવેલા સમયે બુધ વરખ રાશિને છે માટે કુંડળીમાં વરખ રાશિને આક બેવાળા કેડામાં બુધને પહેલે