________________
ચતુર્દશ રત્ન] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર.
૬૦૩ થઈ શકે નહિ. માટે ૩-૩૬ માં ૧૨ ઉમેરવાથી સળંગ કલાક ૧૫-૩૬ મિનિટ આવી. તેમાંથી સૂર્યોદયના કલાક ૬-૩૫ મિનિટ બાદ કરતાં કલાક ૯-૧ મિનિટ આવી. તેને અઢીએ ગુણી ઘડીપળ લાવવી.
તેવીજ રીતે એક બાળકને જન્મ 2 કલાક ૯-૪૧ મિનિટે છે. તે દિવસે પંચાંગમાં સૂર્યાસ્તને સમય કલાક ૫-૩૫ મિનિટે છે. તે ૯-૪૧ માંથી બાદ કરતાં ૪-૬ મિનિટ આવી. તેને રા એ ગુણવાથી ઘડી ૧૦–૧૫ પળ આવી. તેમાં તે દિવસના દિમાનની ઘડી ર૭–૨૧ પળ ઉમેરતાં ઘડી ૩—૩૬ પળ બાળકના જન્મની ઈષ્ટ ઘડી આવી એમ સમજવું.
આવી રીતે ઈષ્ટ ઘડી નકકી કર્યા પછી લગ્ન કર્યું આવે છે તે સહેલાઈથી જોવા માટે લગ્નપત્ર પૃષ્ઠ ૬૦૪ ઉપર આપેલું છે તે જોવું.
લગ્નપત્ર જેવાની સમજુતી. આપેલા લગ્નપત્ર ઉપરથી ગમે તે વખતનું લગ્નપત્ર કાઢી શકાય છે. તે એવી રીતે કે જે દિવસે જેટલી ઘડીપળ ઉપર લગ્ન લાવવું હોય તે દિવસને સૂર્ય કયી રાશિ છે તે. પંચાંગ ઉપરથી જોઈ શકાય છે. કારણકે પંચાંગમાં દરેક મહિનાની સુદિની અને વદીની એવી બે કુંડળિયે આપવામાં આવે છે અને તેમાં દરેક ગ્રહ કયી રાશિમાં છે તે બતાવવામાં આવે છે. સુદિની કુંડલીમાં પુનમના રોજ દરેક ગ્રહ કયી રાશિને કેટલા અંશ કળા અને વિકળાને છે તથા તે ગ્રહની ગતિ પણ જણાવેલી હોય છે. તેવીજ રીતે વદીની કુંડલીમાં અમાસને રોજ દરેક ગ્રહ કયી રાશિમાં કેટલા અંશે છે તે જણાવેલું હેય છે. પણ પુનમ કે અમાસના દિવસે જે રાશિના જેટલા અંશે ગ્રહે હોય તે બતાવેલું હોય છે. પરંતુ ગ્રહે પોતાની ગતિ પ્રમાણે દરરોજ ફરતા હોવાથી જન્મ વખતે કે કઈ મુહૂર્ત વખતે ગ્રહ કયી રાશિમાં કેટલા અંશે છે તે ગણત્રીથી નકકી કરવું જોઈએ.
જેમકે સૂર્ય જે રાશિમાં જે દિવસે બેસે ત્યારથી એક મહિના સુધી તેજ રાશિમાં રહે છે એટલે એક મહિનામાં ત્રીસ (૩૦) અંશ ચાલે છે અને દરરોજ એક અંશ ચાલે છે. એક દિવસ અને રાત્રિ મળી ૧૨ લગ્ન અનુક્રમે પુરાં ભેગવે છે. સુદ સાતમ સુધીમાં જન્મ હોય તે તેની પાછળના મહિનાની અમાસની કુંડળીમાં સૂર્ય જે રાશિના જેટલા અંશે હોય તે અંશમાં રેજને એક એક અંશ ઉમેરો. એટલે તે દિવસે સૂર્ય તે રાશિમાં તેટલા અંશે છે એમ સમજવું અને જે સુદિ સાતમ પછી જન્મ હોય તે પુનમની કુંડળીમાં સૂર્ય જે રાશિમાં જેટલા અંશે હોય તે અંશમાંથી દરરોજના એક અંશ લેખે તેટલા અંશ ઓછા કરવા. તેથી સૂર્યના તે દિવસના અંશ આવશે. જેમકે એક બાળકને જન્મ વદ પાંચમના જ છે અને તે મહિનાની પુનમની કુંડળીમાં સૂર્ય મકર રાશિને ૨ અંશે છે તે તે પછીના પાંચમ સુધીના ૫ અંશ ઉમેરવાથી તે દિવસે મકરને સૂર્ય ૭ અશે છે એમ જાણવું.