________________
પ૬
શિલ્પ રત્નાકર
[ ચતુર્દશ રન यात्रातिरिक्तकार्येऽन्ये लग्नशुद्धया शुभाजगुः ॥ कुयोगः सिद्धियोगश्च यदि स्यातामुभावपि ॥
सुयोगो हंति दुर्योगं कार्यसिद्धथै शुभावहः ॥१३३॥ તિથિવારે~ત્ર, નક્ષત્રવારોત્પન્ન તથા તિથિનક્ષત્રોત્પન્ન; આ ત્રણ પ્રકારના દુષ્ટ યોગ હૂણ, બંગ અને ખશ દેશમાં તજવા. પરંતુ તિથિનક્ષત્રાદિક સર્વગુણયુક્ત હોય તે આ ત્રણે દુષ્ટ યોગ અન્ય દેશમાં નિષિદ્ધ નથી. તેમજ જે ચંદ્રમા શુભ હોય તે ઉત્પાત, મૃત્યુ, કાણા, દગ્ધ, કાલ, કકચ અને યમઘંટ આદિ કુગ શુભ થાય છે એવું પંડિતએ કહેલું છે, અને કેટલાક આચાર્યોની એવી માન્યતા છે કે મધ્યાહ્ન કાળ પછી ઉક્ત કુગે શુભ થઈ જાય છે તથા કે અન્ય આચાર્યોએ કહ્યું છે કે એક પ્રહર વીત્યા બાદ શુભ થાય છે. જ્યારે કેટલાક પંડિતાએ એવું કથન કરેલું છે કે યાત્રા સિવાય અન્ય કાર્યોમાં લગ્ન શુદ્ધ હોય તે કુગ શુભ થઈ જાય છે. તથા યુગ અને સિદ્ધિગ એક સમયમાં હેય તે સિદ્ધિગ કુગને નાશ કરી દે છે અને કાર્યસિદ્ધિ થાય છે. ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩.
' અભિજિત્ નામનું મુહૂર્ત. रवी गगनमध्यस्थे मुहूर्तेऽभिजिदाह्वये ॥
छिनत्ति सकलान्दोषाँश्चक्रमादाय माधवः ॥१३४॥
સૂર્ય આકાશે મધ્ય ભાગમાં રહ્યો હોય ત્યારે અભિજિતુ નામનું મુહૂર્ત કહેવાય છે. તે વખતે માધવ (વિષ્ણુ) ચક્ર લઈને સર્વ દેને હણે છે. મધ્યાહ્ન કાળે એક ઘડી પહેલાં અને મધ્યાહ્ન પછી એક ઘડી સુધી એટલે મધ્યાહે બે ઘડી વિજય મુહૂર્ત રહે છે તે સર્વ દેને હણનાર છે. ૧૩૪.
છાયા મુહૂર્ત सिद्धच्छाया क्रमादर्कादिषु सिद्धिप्रदा पदैः ॥
रुद्रसार्धाष्टनंदाष्ठसप्तभिश्चन्द्रवद् द्वयोः ॥१३५।। રવિવારાદિ વારમાં ક્રમે ૧૧, ૮, ૯, ૮, ૭, ૮ અને ૯ પદોમાં રહેલી છાયા સિદ્ધિ આપનારી જાણવી. ૧૩પ.