________________
ચતુશ રત્ન ] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર
પ૯૩ તેમની અંતની બે ૨, પાંચમની અંતની એક ૧ અને એથની અંતની અધી ઘડી ગડાંત સંકહેવાથી તજવી. આવી રીતે આગળ નક્ષત્ર અને લગ્નની આદિની ગંડાન્ત ઘડી તજવાની છે. ૧૨.
નક્ષત્ર મંડાત.
ज्येष्ठामूलक्षयोः संधौ रेवत्यश्विभयोस्तथा ॥
आश्लेषामघयोरन्तराले नाडी चतुष्टयम् ॥१२३॥
કા અને મૂળ નક્ષત્રની સંધિમાં ચાર ઘડી ગડાંત થાય છે. અર્થાત્ છાની અંતની બે ઘડી અને મૂળ નક્ષત્રની આદિની બે ઘડી, આશ્લેષાની અંતની બે ઘડી અને મઘાની આદિની બે ઘડી તથા રેવતીની અંતની બે ઘડી અને અશ્વિનીની આદિની બે ઘડી ગંડાંત થાય છે. ૧૨૩.
- અચમતે તિથિ ગડાંત. अन्तरे पश्चमीषष्ठयोः पूर्णिमाद्याहूयोरपि ॥
दशम्येकादशीसंधौ गण्डान्तं घटिकाद्वयम् ॥१२४॥ પાંચમ અને છઠની સંધિમાં બે બે ઘડી ગંડાંત થાય છે. અર્થાત્ પાંચમની અંતની એક ઘડી અને છઠની પ્રથમની એક ઘડી તથા દશમની અંતની અને એકાદશીની પ્રથમની એક ઘડી તેમજ પૂર્ણિમાની અંતની તથા પ્રતિપદાની આદિની એક ઘડી ગડાંત થાય છે. ૧૨૪.
લગ્ન ગડત. कर्कसिंहाख्ययोमीनमेषयोरन्तरे तयोः ॥
वृश्चिकाख्यधनुःसंधौ लमस्यैकं घटीमितम् ॥१२५॥ કર્ક અને સિંહ લગ્નની મધ્યની એક ઘડી ગંડાંત થાય છે. અર્થાત્ કર્કના અંતની અધીર અને સિંહની પ્રથમની આધી ઘડી ગડાંત થાય છે. તે પ્રમાણે મીનના અંતની અને મેષના પ્રથમની તથા વૃશ્ચિન્ના અંતની અને ધન લગ્નના પ્રથમની અધી ઘડી ગંડાંત થાય છે. ૧૨૫.
૭૫