________________
૫૮૫
ચતુર્દશ રત્ન ] જ્યતિહુ લક્ષણાધિકાર.
ગ્રહબલ અને ચંદ્રબલ વિષે. उद्वाहे चोत्सवे जीवः सूर्यो भूपालदर्शने ॥ संग्रामे धरणीपुत्रो विद्याभ्यासे बुधो बली ॥१०२॥ यात्रायां भार्गवः प्रोक्तो दीक्षायाश्च शनैश्चरः ॥
चन्द्रमाः सर्वकार्येषु प्रशस्तो गृह्यते बुधैः ।।१०३॥ | વિવાહ અને ઉત્સવમાં ગુરૂનું બળ, રાજદર્શનમાં સૂર્યનું બળ, સંગ્રામમાં મંગળનું બળ, વિદ્યાભ્યાસમાં બુધનું બળ, યાત્રામાં શુક્રનું બળ, દીક્ષા લેવામાં શનિનું બળ અને સર્વ કાર્યોમાં ચંદ્રમાનું બળ પ્રશસ્ત છે, તેથી બુદ્ધિમાન પુરૂષે તેનું બળ ગહણ કરી કાર્યારંભ કરે છે. ૧૦૨, ૧૦૩.
તિથિવાર સિદ્ધિગ. एकादशी जीवदिने च षष्ठी भौमे त्रयोदश्यपि शुक्रवारे॥ सूर्यो नवैकाष्टमिकाच सिद्धाश्चंद्रे द्वितीयादशमीनचम्यः ॥१०४॥
એકાદશીના દિવસે ગુરૂવાર હેય, છઠને દિવસે મંગળવાર હોય, તેરશના દિવસે શુકવાર હોય; નવમી, એકમ અને આઠમ, એ ત્રણ તિથિઓમાંની ગમે તે તિથિના દિવસે રવિવાર હોય તથા બીજ, દશમ અને નવમી; એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે સોમવાર હોય તે તે દિવસે સિદ્ધિગ જાણ. ૧૦૪.
नंदा भृगौ बुधे भद्रा मंदे रिक्ता कुजे जया ।। गुरौ पूर्णा खिले कार्य सिद्धियोगाः शुभावहाः ॥१०५॥ नंदा भद्रा तथा नंदा जया रिक्ताथ भद्रिका ॥
पूर्णा सूर्यादिवारेषु वशिष्टादिमतेऽशुभाः ॥१०॥
શુક્રવારના દિવસે નંદા તિથિ, બુધવારે ભદ્રા, શનિવારે રિક્તા, મંગળવારે જયા અને ગુરૂવારના દિવસે પૂર્ણ તિથિ હેય તે સિદ્ધિયોગ થાય છે અને તે સર્વ કાર્યોમાં શુભાવહ જાણે. ૧૦૫.
નંદા, ભદ્રા, નંદા,જયા, રિક્તા, ભદ્રા અને પૂર્ણ, એ તિથિએ સૂર્યાદિ સાત વારમાં અનુક્રમે હોય તે વશિષ્ઠાદિ ઋષિઓએ અશુભ ગ માને છે. ૧૦૬.