SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પ્રથમ ર ] આયાદિ અંગે વિચાર. ક્ષેત્રફળને આઠે ગુણી સાઠે ભાગમાં આવેલા ફળને દશગણું કરવાથી જે અંક આવે તેટલાં વર્ષનું ઇંટ, માટી અને ચુનાથી બનાવેલાં ઘર અથવા પ્રાસાદનું આયુષ્ય જાણવું. તે ફળને ત્રીસગણું કરવાથી જે અંક આવે તેટલું ચના અને પત્થરથી બનાવેલાં ઘર અથવા પ્રાસાદનું આયુષ્ય જાણવું. આ ફળમાં પ્રાસાદની સ્થિતિ ઉત્તમ છે. ૧૩૮. नवतिने फले नागैर्युक्ते पाषाणजे गृहे ॥ धातुजे भवने खाद्रिलोचनन्ने फले भवेत् ॥ १३९ ॥ ઉપર કહેલા ફળને “૯૦' ગણું કરવાથી કાંસા, પત્થર અને ચુનાથી બનાવેલા પ્રાસાનું આયુષ્ય જાણવું તથા તે ફળને “૩૦ ગણું કરતાં જે અંક આવે તેટલાં વર્ષની સોના, ચાંદી આદિ ધાતુનિર્મિત પ્રાસાદની આવરદા જાણવી. ૧૩. આયાદિ અગે મેળવવા વિશે. द्विभिः श्रेष्ठं त्रिभिः श्रेष्टं पंचभिः सर्वमुत्तमम् ॥ सप्तभिः सर्वकल्याणं नवभिः सर्वसंपदः ॥ १४० ।। સર્વ પ્રકારનાં ઘરો અને પ્રાસાદો કરવામાં આય તથા નક્ષત્ર એ બે અંગે મળે તે પણ શ્રેષ્ઠ છે તેમજ ત્રણ કે પાંચ અંગ મળે તે પણ સર્વોત્તમ છે અને સાત અંગ મળે તે કલ્યાણકારક સમજવાં તથા નવ અંગ મળે તે સર્વ સંપત્તિ આપનારાં છે. ૧૪૦. अल्पदोषं गुणश्रेष्ठं दोषायतं न तद्गृहम् ॥ आयव्ययौ प्रयत्नेन विरुद्धश्च विवर्जयेत् ॥ १४१ ॥ સર્વ પ્રકારનાં ઘરે તથા પ્રાસાદે બનાવવામાં જે દોષ છેડે આવતે હેય અને ગુણ વધારે આવતું હોય તે તે ગૃહ દેષકારક ગણાય નહિ, તે પણ પ્રયત્નથી આવ્યય મેળવવા અને વિરૂદ્ધ અંગેને ત્યાગ કર. ૧૪. अल्पदोषार्धमाधिक्यं प्रासादमठमंदिरम् ।। लिङ्ग वा प्रतिमा चैव न तद् दोषकरं भवेत् ॥ १४२॥ પ્રાસાદ, મઠ, મંદિર, લિંગ અને પ્રતિમા એ બધાં જે અલ્પ દોષથી અર્ધ ગુણાધિક્ય હોય તે પણ દેષકારક થતાં નથી. ૧૪૨.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy