________________
૩૫
પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર.
વર્ગ ઉપજાવવા વિષે.
उपजातिवृत्तम् । दैर्घ्य पृथुत्वेन च ताडनीयं ।
तयोर्यदैक्यं पुनरुच्छ्रयेण ॥ शेषोऽधिनाथो वसुभाजितेऽस्मिन् । समः प्रशस्तो विषमस्तु नैव ॥ १३३ ॥
ઘરન્તતિ वर्गाष्टकस्य पतयो गरुडोविडालः।
सिंहस्तथैव शुनकोरगमूषकैणाः॥ मेषक्रमेण गदिताः खलु पूर्वतोऽपि ।
પર જેમ જ રિપુર્વ વિ. ૨૪ ક્ષેત્રની લંબાઈને પહોળાઈની સાથે ગુણવી. તે બન્નેના ગુણાકારને જે અંક આવે તેને ઘરની અથવા પ્રાસાદની ઉચાઈ સાથે મેળવી સરવાળો કરતાં જે અંક આવે ૪ તેને ૮ આઠે ભાગતાં શેષ જે રહે તે અધિપતિવર્ગ જાણ. વર્ગમાં સમ સંખ્યાવાળા એટલે બીજે, ચોથે, છો, આઠમે એ ચાર વર્ગ શુભ છે અને વિષમ સંખ્યાવાળા એટલે પહેલે, ત્રીજે, પાંચમે અને સાતમે એ ચાર અશુભ છે. ૧૩૩.
આઠ વર્ગોના અધિપતિ નીચે પ્રમાણે છે – પહેલા વર્ગને ગરૂડ, બીજા વર્ગને બિલાડે, ત્રીજા વર્ગને સિંહ, ચોથા વર્ગને શ્વાન, પાંચમા વર્ગને સર્પ, છઠ્ઠા વર્ગને મૂષક, સાતમા વર્ગને મૃગ અને આઠમા વર્ગને મેષ; આ પ્રમાણે આઠ વર્ગો પૂર્વાદિ દિશાઓ અને અગ્નિ આદિ કોણાના સ્વામી છે. આ આઠ વર્ગોમાં પાંચમો વર્ગ શત્રુ છે, માટે સુજ્ઞ શિલિપઓએ તેને વર્જ. સૂત્રધારે ગૃહ અને ગૃહસ્વામીના વર્ગ સાથે પરસ્પર વર્ગર તછ વર્ગો આપવા તે શ્રેષ્ઠ છે. ૧૩૪.
તત્વ ઉપજાવવા વિષે. गुणयेदष्टभिः क्षेत्रं फलं षष्टिविभाजितम् ॥
लब्धं दशगुणं जीवेच्छेषं भूतसमाहृतम् ॥ १३५ ॥ ક્ષેત્રફળને આઠે ગુણી સાઠે ભાગવું અને ભાગાકારને જે અંક આવે તેને દશે ગુણવા. ગુણાકાર કરતાં જેટલા અંક આવે તેટલાં વર્ષ ઘરનું આયુષ્ય જાણવું.