________________
૫૧૦
શિ૯૫ રત્નાકર
[ દ્વાદશ રત્ન વલેપ. आमं तिन्दुकमामं कपित्थकं पुष्पमपि च शाल्मल्याः॥ बीजानि शल्लकीनां धन्वनवल्को वचा चेति ॥२१॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च ॥ अवतार्योऽस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥२१॥ श्रीवासकरसगुग्गुलुभल्लातककुन्दुरूकसर्जरसैः॥
अतसीबिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः ॥२१२॥ કાચાં તંદુ ફલ, કાચાં કયફલ, સીમળાનાં પુષ્પ, શાલવૃક્ષનાં બીજ, ધામન વૃક્ષની છાલ અને વચ; આ ઔષધોને સરખા વજને લઈ ૧૦૨૪તેલા એટલે ૨૫ શેર ને ૨૪ તેલા પાણીમાં નાખી કવાથ બનાવે. પાણી આઠમે હીરસે રહે એટલે ઉતારી તેમાં શ્રીવાસક વૃક્ષને ગુંદર, હીરાબળ, ગુગલ, ભીલાવા, દેવદાને ગુંદર, કંદ્રપ રાલ, અલસી, અને બીલાં વિગેરેને ઝીણાં ખાંડી અંદર નાખી ખુબ હલાવવાથી વજલેપ તૈયાર થાય છે. ૨૧૦, ૨૧૧, ૨૧૨.
વજલપને ગુણ. प्रासादहऱ्यावलभीलिङ्गप्रतिमासु कुज्यकूपेषु ॥
सन्तप्तो दातव्यो वर्षसहस्राय तस्यायुः ॥२१३॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे
जिनमूर्तिस्वरूपलक्षणाधिकारे गुर्जरभाषायां द्वादशं रत्नं समाप्तम ।।
ઉપરોક્ત વાલેપ દેવમંદિર, મકાન, શિવલિંગ, પ્રતિમા (મૂર્તાિ), દીવાલ અને કૂ ઈત્યાદિ ઠેકાણે ગરમ ગરમ લગાડવાથી હજારો વર્ષ ટકી રહે છે. ર૧૩. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું જિનમૂર્તિસ્વરૂપ
લક્ષણધિકાર નામનું બારમું રત્ન સંપૂર્ણ