________________
૫૦૫
દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
कायस्वर्ग यदा छत्रमूर्वे च प्रतिमासनम् ॥
सर्वपरिकरस्याग्रे निर्गमं सार्धमङ्गलम् ॥१८॥ કાઉસ્સગની પ્રતિમાના મસ્તક ઉપર છત્ર કરવું તથા તેના ઉપર પ્રતિમા બેસાડવાને ગેખ કરે અને તે સર્વ પરિકરથી દોઢ ભાગ નીકળતું વધારે કરવું. ૧૮૩.
तथा च तोरणं वक्ष्ये तत्प्रमाणमतः शृणु ॥
सर्वपरिकरमानं गर्भतोरणस्तम्भिका ॥१८४॥ હવે હું તારણ કરવાનું પ્રમાણ કહું છું તે સાંભળ. સર્વ પરિકરના માને છે થાંભલીઓના મધ્યમાં તેરણ કરવાં. ૧૮૪.
अष्टांशा स्तंभिका गर्भाद् द्वाशीतिरुदयस्तथा ॥
द्वाविंशतिश्च विस्तारो मध्येऽङ्गुलादिकं भवेत् ॥१८५।। ગર્ભથી થાંભલીએ આઠ આઠ ભાગ છેટે રાખવી અને મધ્યમાં કુલ સોળ ભાગ - રાખવા. સમસ્ત પરિકરની કુલ ઉંચાઈ ૮૨ ભાગની જાણવી તથા પહોળાઈ ર૨ ભાગ - જાણવી. ઉંચાઈનું માપ કાઉસ્સગના મધ્ય ભાગથી કલશ સુધી લેવું. ૧૮૫.
षडंशो निर्गमस्तत्र षभिर्विम्बविरालिकाः ॥
सव्ये वामे च कर्तव्याः स्वरूपा लक्षणन्विताः ॥१८६॥ કાઉસગાદિનાં સ્વરૂપ છ ભાગ નીકળતાં કરવાં અને છ ભાગ પહેલી વિરાલિકા (મગર, રાસ, હાથી અને ચમ્મરધારીના ભાગ) કરવી. આ સ્વરૂપો ડાબી તથા જમણી બન્ને બાજુએ કરવાં. ૧૮૬.
ग्रहाश्च निर्गमे कार्या ह्यङ्गलैश्चैव पञ्चभिः ॥
दिभिर्यक्षभद्रश्च त्रीणि त्रीणि त्रिनासिकाः ॥१८७॥ સિંહાસનમાં નીચે પાંચ ભાગે નીકળતા નવ ગ્રહો કરવા. દશ ભાગનું યક્ષભદ્ર અને ત્રણ ત્રણ ભાગની ત્રણ નાસિકાઓ કરવી. ૧૮૭.
સ્વૈમિ ત્રિઢ કર્તવ્યા મ ળે છે पावटी च त्रिभिः प्रोक्ता यक्षो द्वादश एव च ॥१८८॥ જમણે તથા ડાબે બને પડખે ત્રણ ત્રણ ભાગની થાંભલીઓ કરવી, ત્રણ ભાગની પાવટી (પટ્ટી) કરવી તથા બાર ભાગને યક્ષ કરવે. ૧૮૮.