________________
૪૯૭
દ્વાદશ રન ] જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર
इत्येतत् कथितञ्चैव कर्तव्यं शास्त्रपारगैः ॥
पूर्वमानप्रमाणश्च कर्तव्यं विधिपूर्वकम् ॥१४॥
આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં પ્રતિમાના સ્વરૂપનું લક્ષણ કહ્યું છે. અને વિદ્વાન શિલ્પીઓએ લક્ષણાનુસાર પ્રતિમા કરવી તથા પૂર્વથી પરપરાએ ચાલતું આવેલું માનનું પ્રમાણ પણ વિધિપૂર્વક યજવું. ૧૪૦.
બેઠી પ્રતિમાના પ્રમાણુના ૪ સૂત્ર. સ્થિત માનદ્ધપુવૅ રિપત્ છે. पर्यङ्कमपि तावत्तु तिर्यगायामसंस्थितम् ॥१४१॥ ઉભી પ્રતિમાના પ્રમાણથી બેડી પ્રતિમાનું પ્રમાણ અર્થે અથવા ( ૧૪ ) ચેપન આંગળનું જાણવું.
પાસનથી બેઠેલી પ્રતિમાના બે ઢીચણ સુધીનું માપ લેવું તે પ્રથમ સૂત્ર, તેજ સૂત્રના માપે જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણું ખભા સુધી ત્રીજું સૂત્ર, અને ગાદીના ઉપરથી કેશ સુધી ઉચાઈ માપવી તે શું સૂત્ર. આ ચાર સૂત્રના માપમાં પ્રતિમા બરાબર હોવી જોઈએ. ૧૪૧.
ઉભી જિનમૂર્તિનું પ્રમાણુ. तालमात्रं मुग्वं तत्र ग्रीवाधश्चतुरङ्गुलम् ॥ कण्ठतो हृदयं यावदन्तरं द्वादशाङ्गलम् ॥१४२॥ तालमात्रं ततो नाभि भिमेदान्तरं मुखम् ॥ मेढूजान्वन्तरं तज्ज्ञहस्तमात्रं प्रकीर्तितम् ॥१४३॥ वेदाङ्गुलं भवेजानुर्जानुगुल्फान्तरं करः ॥ वेदाङ्गलं समाख्यातं गुल्फपादतलान्तरम् ॥१४४॥ केशस्थानं जिनेन्द्रस्य प्रोक्तं पञ्चांगुलायतम् ।।
ऊष्णीषश्च च ततो ज्ञेयमंगुलद्वयमुन्नतम् ॥१४५॥ ઉભી પ્રતિમાના મુખની લબાઈ (૧૨) બાર આંગળ, ગળું ૪ ચાર આંગળ, કઠથી હૃદય ૧૨ બાર આંગળ, નાભિ ૧૨ બાર આંગળ, નાભિથી લિંગ સુધી ૧ર બાર આંગળ, લિંગથી ઢીંચણ સુધી ૨૪ વીસ આંગળ, ઢીંચણ ૪ ચાર આંગળ, હીંચણથી પગની ઘૂંટી સુધી ૨૪ વીસ અને ઘુંટીથી પગની પાની સુધી ૪ ચાર