________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૩ સપના બાહુબંધવાળા, સર્પનું ઉપવીતવાળા, ગેનિસ નામના સર્ષની મેખલાવાળા, કંઠમાં વીંછીની માળાવાળા, નીલ કમળના જેવા શ્યામવર્ણવાળા, અળસીના પુષ્પ જેવી શ્યામ કાંતિવાળા, પીળી ભ્રકુટિ અને પીળી જટાવાળા, લલાટમાં ચંદ્રને ધારણ કરનારા, બને પગમાં તક્ષક અને મુષ્ટિક નામના સર્ષરૂપી ઝાંઝરવાળા, બીજા કાળના જેવા ભયંકર રૂપવાળા, મહા પરાક્રમશાળી, મેટા ઉત્સાહુવાળ અને આઠ હાથવાળા, મહા બળવાન,
જ્યાં હોય ત્યાં શત્રુ સમૂહને ત્રાસ આપનારા, ડાબા હાથમાં ખાંગ, કપાલ, ઢાલ અને પાશ તથા જમણા હાથમાં ફૂલ, ફરશી, ખગ્ન અને શત્રુને મર્દન કરનારે દંડ ધારણ કરેલા કરવા. ૧૮૮, ૧૪૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૪.
૩ તપુરૂષ, पीताम्बरस्तत्पुरुषः पीतयज्ञोपवीतवान् ॥ .
मातुलिङ्गं करे वामेऽक्षमालां दक्षिणे तथा ॥१९५॥ તપુરૂષ રૂદ્ર પીળા વસ્ત્રવાળા, પીળું ય પવીતવાળા, વામ હસ્તમાં બીજેરૂં અને દક્ષિણ હસ્તમાં અક્ષમાળા ધારણ કરેલા કરવા. ૧૫.
૪ ઇશાન. દ્રટિશો કરાવવિભૂષિત
अक्षं त्रिशूलहस्तौ च कपालं वामतः शुभः ॥१९६॥ શુદ્ધ ફટિકના જેવી શ્વેત કાંતિવાળા, જટા અને ચંદ્ર વડે વિભૂષિત, દક્ષિણ હાથમાં અક્ષમાલા અને ત્રિશુલ તથા વામ હાથમાં કપલ અને ત્રિશૂલધારી ઈશાન રૂદ્ર જાણવા. ૧૯૬,
૫ મૃત્યુંજય. कपालमालिनं श्वेतं शशाङ्ककृतशेखरम् ॥ व्याघ्रचर्मधरं मृत्युञ्जयं नागेन्द्रभूषितम् ॥१९७॥ ત્રિરાક્ષમારા જ ક્લિપ વાર મૃતા..
कपालं कुण्डिका वामे योगमुद्राकरद्वयम् ॥१९८॥
ખોપરીની માળાવાળા, શ્વેત વર્ણવાળા, લલાટમાં ચંદ્રવાળા, વ્યાઘચર્મ ધારણ કરનારા અને સર્પરાજથી વિભૂષિત થએલા મૃત્યુંજય રૂદ્ર કરવા. તેમના જમણા