________________
૪૩૩
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
પધ, તરવાર, ઢાલ અને ગદાધારી જય નામને તથા પદ્મ અને ગદાને પરસ્પર બદલવાથી વિજય નામને દ્વારપાલ જાણ. આ બે પ્રતિહારે દક્ષિણ દિશાના છે. ૧૮૧.
પશ્ચિમ દિશાના. तर्जनी बाणचापौच गदा धाता च सृष्टितः ॥ . गदापसव्ये तैरस्वैर्विधाता वामदक्षयोः ॥१८२॥
તર્જની, બાણ, ધનુષ અને ગદાધારી ધાતા નામને તથા ગદાને અપસવ્ય કરી પૂર્વનાં અસ્ત્રો સાથે વિધાતા નામને દ્વારપાલ જાણવે. આ બે પશ્ચિમ દિશાના કામે વામ અને દક્ષિણ ભાગમાં રહેલા દ્વારપાલ જાણવા. ૧૮૨.
ઉત્તર દિશાના. तर्जनी कमलं शंख गदां बिभ्रन् सुभद्रकः ॥ શત્રરંથોના પ્રતિક સમાન્ય ૨૮
તર્જની, કમલ, શેખ અને ગદા ધારણ કરતે સુભદ્ર તથા ઉપરનાં આયુધેને અપસવ્ય કરવાથી પ્રતિભદ્ર નામને દ્વારપાલ જાણવે. આ બે ઉત્તર દિશાના વામ અને દક્ષિણ ભાગમાં રહેલા પ્રતિહાર જાણવા. ૧૮૩.
શિવ-મૂર્તિસ્વરૂપવર્ણન.
સઘાત. शुक्लाम्बरधरं देवं शुक्लमालानुलेपनम् ॥ जटाभारयुतं कुर्याद्भालेन्दुकृतशेखरम् ॥१८४॥ त्रिलोचनं सौम्यमुखं कुण्डलाभ्यामलङ्कृतम् ।।
सद्योजातं महोत्साहं वरदाभयहस्तकम् ॥१८५॥ સોજાત નામે દેવ શ્વેતવસ્ત્રધારી, ધેતમાલા અને શ્વેત ચંદનવાળા, જટાધારી, લલાટમાં ચંદ્રને ધારણ કરનારા, ત્રણ નેત્રવાળા, સૌમ્ય મુખવાળા, કુંડલ વડે અલત કર્ણવાળા, ઘણુ ઉત્સાહ સંપન્ન તથા વરદ અને અભય હસ્તવાળા કરવા. ૧૮૪, ૧૮૫.
૫૫