________________
૪૨૪
શિપ રત્નાકર
[એકાદશ રત્ન ચક્ર, ગદા, શંખ અને કમળવડે શેભાયમાન હસ્તવાળા અનિરૂદ્ધ; ગદા, ચક્ર, પદ્મ અને શંખને ધારણ કરનારા હૃષીકેશ તથા પાંચજન્ય શંખ, પદ્મ, ચક્ર અને ગદાધારી પદ્મનાભ જાણવા. ૧૩૪.
૨૨ દાદર, ૨૩ હરિ. दामोदरोऽम्बुजं शंखं गदां धत्ते सुदर्शनम् ॥
हरिर्धारयते कम्बुं चक्रं तामरसं गदाम् ॥१३॥ પવ, શંખ, ગદા અને સુદર્શન ચકને ધારણ કરનારા દાદર તથા શંખ,ચક, પદ્મ અને ગદાધારી હરિ જાણવા. ૧૩૫.
૨૪ કૃષ્ણ कृष्णः करैः पाञ्चजन्यं गदां पनं सुदर्शनम् ॥
धत्ते सर्वगुणोपेतः स चैव पुरुषोत्तमः ॥१३६॥ પાંચજન્ય શંખ, ગદા, પદ્મ અને સુદર્શન ચકધારી, સર્વકલા સંપન્ન કૃષ્ણ જાણવા અને તે પુરૂષોત્તમ પણ કહેવાય છે. ૧૩૬.
एतास्तु मूर्तयो ज्ञेया दक्षिणाधःकरैः क्रमात् ॥
वासुदेवादिवर्णाः स्युः षड् षडेते तदादयः ॥१३७॥ દક્ષિણ બાજુના નીચેના હાથના કામે ચારે ભુજાઓમાં આયુધના ફેરફાર વડે આ વિષણુની ચાવીસ મૂતિઓ જાણવી. તથા વાસુદેવાદિ છ છ દે અનુકમે એકેક વર્ણના જાણવા. ૧૩૭.
કાર્તિક સંકર્ષણ, ગરૂડધ્વજ. सङ्कर्षणः कार्तिकोऽब्जशक्तिखेटकम्बुभिः ॥
गरुडध्वजतायस्थोऽजशंखध्वजचिह्नवान् ॥१३८॥ કમળ, શક્તિ, મૂસલ અને શંખધારી કાર્તિક સંકર્ષણ તથા કમળ, શંખ, વિજદંડ અને ધ્વજાધારી ગરૂડ ઉપર બેઠેલા ગરૂડધ્વજ જાણવા. ૧૩૮.
જયન્ત, ગવર્ધન. जयन्तोऽक्षचक्रदण्डपादिनसंवृतः ॥ गोवर्धनश्चाक्षचक्रशंग्वपर्गवां हितः ॥१३९॥