________________
શિલ્પ રત્નાકર
[એકાદશ રન ઘરમાં એક આંગળથી ૧૧ આંગળ સુધીની પ્રતિમાઓ પૂજવી. એથી અધિક પ્રમાણની પ્રતિમાઓ પૂજવી સારી નથી. ૧૦. પ્રાસાદમાં પૂજવાની પ્રતિમા તથા પ્રાસાદ વિના પૂજ્ય પ્રતિમા.
तदूर्ध्वं नवहस्तान्तं पूजनीया सुरालये ॥
दशहस्तादितो याऽर्चा प्रासादेन विनायेत् ॥११॥
બાર આંગળથી નવ ગજ સુધીની પ્રતિમાઓ દેવાલયમાં પૂજવી; પરંતુ દશ ગજ ઉપરની પ્રતિમાઓ પ્રાસાદ વિનાની પૂજવી. ૧૧.
ચેકીમાં પૂજવાની મૂર્તિનું પ્રમાણ दशादिकरवृद्ध्या तु षड्विंशप्रतिमाः पृथक् ॥
बाणवेदकरान् यावच् चतुष्क्यां पूजयेत्सुधीः ॥१२॥ દશ ગજથી વધારી છવ્વીસ ગજ સુધીની તથા વધારેમાં વધારે પીસતાલીસ ગજ સુધીની પ્રતિમાઓ બુદ્ધિમાન પુરૂષ મૂતિ ઉપર ચતુષ્કી (ચોક) કરી પૂજવી. ૧૨.
શુભ મૂર્તિ. अष्टलोहमयी मूर्तिः शैलरत्नमया तथा ॥
श्रेष्ठवृक्षमया वापि प्रवालादिमयी शुभा ॥१३॥ અષ્ટધાતુ, પાષાણ, રત્ન, શ્રેષ્ઠ વૃક્ષ અને પ્રવાળાં વગેરેની મૂતિએ શુભ છે. ૧૩.
ખંડિત મૂર્તિપૂજાવિચાર. अतीताद्वशता या स्यात् स्थापिता या महोत्तमैः ॥
खण्डिता स्फुटिताऽप्या ह्यन्यथा दोषदायिका ॥१४॥ જે પ્રતિમાને સે વર્ષ થઈ ગયાં હોય અને જે મહાન પુરૂષોએ સ્થાપિત કરેલી હોય તે પ્રતિમા ખંડિત અથવા તૂટેલી હોય તે પણ પૂજવી. બીજી પંડિત પ્રતિમાનું પૂજન કરવાથી દુષકર્તા થાય છે. ૧૪.
विषमस्थानमाश्रित्य भग्नं यथास्थितं पुरा ॥ तत्र स्थाने स्थिता देवा भग्नाः पूज्याः फलप्रदाः ॥१५॥