________________
૩૫
૩૯૫
એકાદશ રત્ન 3 દેવમૂર્તિ સ્વરૂપલક્ષણાધિકાર
મુહૂર્ત વિધાન सुदिने सुमुहूर्ते च शकुने शान्तचेष्टिते ॥
प्रतिमागृहकाष्टादि कर्म कुर्यान्न चान्यथा ॥५॥ શુભ દિવસે સારા મુહૂર્તમાં શાંત ચેષ્ટાવાળાં શકુન જે પ્રતિમા ધડવાનું, ઘર બનાવવાનું તથા કાષ્ઠ વગેરેનું કાર્ય કરવું. અશુભ સમયમાં કરવું નહિ. પ.
શિલા જાતિ. एकवर्णा घना स्निग्धा मूलाग्रादार्जवान्विता ॥
अजघण्टारवा या सा पुंशिलेति प्रकीर्तिता ॥६॥ જે શિલા એક રંગી, ઝીણા પિગરની, ચિકણી, મૂળથી અગ્ર સુધી એક સરખી, બકરાના શબ્દ અને ઘંટાના અવાજ જેવા અવાજવાળી હોય તે પુરૂષશિલા કહેવાય છે. ૬.
स्थूलमूला कृशाग्रा या कंसतालसमध्वनिः॥
स्त्रीशिला कृशमूलाग्रस्थूला षंढातिनिःस्वना ॥७॥ જે શિલા મૂળ ભાગમાં જાડી, આગળના ભાગમાં પાતળી તથા કિડતાલના જેવા અવાજવાળી હોય તે સ્ત્રીશિલા કહેવાય છે. તેમજ જે શિલા મૂળના ભાગમાં પાતળી, આગળના ભાગમાં જાડી તથા અવાજ વિનાની હોય તે નપુંસકશિલા કહેવાય છે. ૭.
लिङ्गानि प्रतिमाश्चैव कुर्यात् पुंशिलया बुधः ॥ युङ्ग्यात् स्त्रीशिलया सम्यक् पीठिकाशंसिमूर्तयः ॥८॥ षण्ढोपलेन कर्तव्या ब्रह्मकूर्मशिला तथा ॥
प्रासादतलकुण्डादि कर्म कुर्याद्विचक्षणः ॥९॥
બુદ્ધિમાન શિલ્પીએ શિવલિગે તથા પ્રતિમાઓ પુશિલાની કરવી. પીઠિકાએ તથા સ્ત્રી જાતિની પ્રતિમાઓ સ્ત્રીશિલાની કરવી તથા બ્રહ્માની મૂર્તિ, કૂર્મશિલાઓ તેમજ પ્રાસાદનાં તલ અને કુંડાદિ કાર્ય બુદ્ધિમાન શિલ્પીએ બંઢ-નપુંસક શિલાનું કરવું. ૮, ૯.
- ઘરમાં પ્રતિમા પૂજવાનું પ્રમાણ आरभ्यैकाङ्गलादूर्ध्व पर्यन्तैकादशाङ्गलम् ॥ गृहेषु प्रतिमा पूज्या नाधिका शस्यते ततः ॥१०॥