________________
एकादशं रत्नम् ।
अथ देवमूर्तिस्वरूपलक्षणाधिकारः।
રૂપ વિધાન. प्रासादे लिङ्गमूर्तीनां प्रमाणं शास्त्रलक्ष्यतः ।
मनुष्यपशुपक्ष्यादिरूपं कुर्यात्तदाकृति ॥१॥ પ્રાસાદમાં સ્થાપવાનાં લિંગ તેમજ મૂતિઓનું પ્રમાણ શાસ્ત્રષ્ટિથી કરવું તથા મનુષ્ય, પશુ અને પક્ષી આદિ સ્વરૂપે તેમની આકૃતિએ પ્રમાણે કરવાં. ૧.
શિલા પરીક્ષા निबिडा निव्रणा मृद्वी सुगंधा मधुरा शिला ॥
सर्वार्चालिङ्गपीठेषु श्रेष्ठा कान्तियुता च या ॥२॥ ઝીણા પિગરની, છિદ્ર રહિત, મૃદુવી (કોમળ ઝીણા પિગરની), સુગધીવાળી, જોવામાં પ્રિય લાગે તેવી અને કાંતિયુક્ત શિલા સર્વ પ્રકારની પ્રતિમાઓ, શિવલિંગ તથા જળાધારીઓ વિગેરેના કાર્યમાં શ્રેષ્ઠ છે. ૨.
विमलं हेमकांस्यादि चिहूं लोहमयं हि यत् ॥
तथान्यद्विविधं चिह्न प्रतिमायां भयावहम् ॥३॥ શુદ્ધ સોનું અને કાંસુ વિગેરે ધાતુ તેમજ લેઢાનું ચિન્હ તથા બીજા જુદા જુદા પ્રકારનાં ચિન્હ જે પ્રતિમામાં હોય તો તે ભય આપનારી જાણવી. ૩.
भृङ्गकपोतकुमुदमाषमुद्गसितोपमा ॥
पाण्डुरा घृतपद्माभा सर्चािसु शिला शुभा ॥४॥ ભમરે, હાલે, કમળનું પિયણું, અડદ, મગ અને સુખડના જેવા રંગવાળી, સફેદ, ઘી તથા રાતા કમળના જેવી કાંતિવાળી શિલા સર્વપ્રકારની પ્રતિમાઓમાં કલ્યાણકારી છે. ૪.