________________
૩૫૩
દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. વામદક્ષિણ ભાગે રહેલી બે ભાગવાળી નંદિકાઓએ એક કેશરી સિવાય બીજાં બધાં ઈન્ડકો શ્રીવત્સનાં ચઢાવવાં. આનાથી વિપરીત કાર્ય બુદ્ધિમાનેએ કરવું નહિ અને ભદ્રે નાસિકા કરી તેના ઉપર એક શ્રીવત્સનું ઈન્ડક ચઢાવવું. ૧૫.
प्रत्यंगास्तत्र कर्तव्याश्चत्वारो वामदक्षिणे ॥
वसुभिश्च समाख्याताः स्थापयेच्च दिशासु वै ॥१६॥ કર્ણ, પ્રતિકર્ણ તથા ભદ્રની વામદક્ષિણે, એમ ચાર ઠેકાણે પ્રત્યંગ ચઢાવવાં અને તે દરેક આઠ આઠની સંખ્યાવાળાં જાણવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં સ્થાપના કરી કુલ બત્રીસ (૩૨) પ્રત્યંગ કરવાં. ૧૬.
થત સંઘવામિ વિrામજિ ક્ષન્ द्विसप्ततिपदे चैव चतुःपञ्चांशभाजितैः ॥१७॥
હવે રેખાઓનું પણ લક્ષણ કહું છું. બેતેર પદના પ્રાસાદમાં ચપન પદના ભેદે કરી શિખરની નમણની રેખાઓ ખેંચવી. ૧૭.
एकोत्तरसहस्रैश्च भूषितश्च शुभाण्डकैः ॥
ज्येष्ठमेरुः समाख्यातः प्रासादः सर्वसत्तमः ॥१८॥ એક હજાર ને એક શુભ ઈન્ડકો વડે સુશોભિત છ મેરૂ પ્રાસાદ જાણુ. આ પ્રાસાદ સર્વજાતિના પ્રાસાદોમાં સર્વોત્તમ છે. ૧૮. ઇતિશ્રી જયેક મેરૂ પ્રાસાદ, તલ ભાગ છર, ઈન્ડિક ૧૦૦૧, પ્રથમ પ્રાસાદ.
મધ્યમ મેરૂ પ્રાસાદ-દ્વિતીય મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि मेरुमध्यमलक्षणम् ॥
चतुरस्त्रीकृते क्षेत्रे चतुष्पष्टिविभाजिते ॥१९॥ હે વત્સ ! હવે મધ્યમ મેરૂ પ્રાસાદનું લક્ષણ કહું છું તે સાંભળ. ચોરસ ક્ષેત્રમાં ચોસઠ ભાગ કરવા, ૧૯.
मुनियमगुणवेद-रसयुगर्तुभिस्तथा ॥
गर्भादिकोणपर्यन्तं त्रिभागं भद्रनिर्गतम् ॥२०॥
મુનિ (૭), યમ (૨), ગુણ (૩), વેદ (૮), રસ (૬), યુગ (૪) અને ઋતુ (૬); એ સંખ્યાઓ વડે ગર્ભાદિથી કેણુ પર્વતના ભાગે કરવા અને ભદ્ર નીકારે ત્રણ ભાગ
રાખવું. ૨૦, ૪૫