________________
प्रथमं रत्नम् ।
સૂત્રધાર લક્ષણ सुशीलश्चतुरो दक्षः शास्त्रज्ञो लोभवर्जितः ॥
क्षमावान् स्याद्विजश्चैव सूत्रधारः स उच्यते ॥१॥ સુશીલ, ચતુર, કાર્યમાં પ્રવીણ, શિલ્પશાસ્ત્રને પરિપૂર્ણ જાણનાર, લેભ રહિત ક્ષમાવાન અને દ્વિજ જ્ઞાતિ જે હોય તેને સૂત્રધાર જાણ. ૧.
स्वलक्षणैश्च संपूर्ण यस्मिन्राज्ये सुशिल्पिनम् ॥
न तत्र जायते विघ्नं कथितं विश्वकर्मणा ॥२॥ પિતાના લક્ષણોથી સંપન્ન એવા સુજ્ઞ શિપીને જે રાજ્યમાં માનપૂર્વક નિવાસ કરાવવામાં આવે છે તે રાજ્યમાં કેઈ પણ પ્રકારનું વિઘ આવતું નથી. એ પ્રમાણે વિશ્વકર્માએ કથન કરેલું છે. ૨.
શુભ મુહૂર્તમાં કાર્યારંભ, शुभे मासे सिते पक्षे वर्तिते चोत्तरायणे ॥
चंद्रताराबले पूर्णे सुलग्ने च शुभे दिने ॥ ३ ॥ સૂત્રધારે શુભ માસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના સૂર્યમાં ચંદ્ર અને તારાનું પરિપૂર્ણ બળ જોઈ શુભ દિવસે અને શુભ લગ્નમાં નવીન કામ આરંભ કરે. ૩.
ગજ વિધાન. हस्तलक्षणमानश्च गायत्रीमानसंभवम् ॥
विज्ञेयं सूत्रधारेण सर्वकार्योपकारणम् ॥ ४ ॥ હસ્ત (ગજ ) નું લક્ષણ તથા પ્રમાણે ગાયત્રી મંત્રની વણ સંખ્યા (૨૪) માંથી ઉદ્ભવેલું છે અને તે સર્વ પ્રકારના શિલ્પકાનું મુખ્ય સાધન છે, એ સૂત્રધારે જાણવું જોઈએ. ૪.
सूर्योदयप्रतिष्ठायां सुदृष्टिपथमागतः॥ जालान्तरगतो रश्मिस्तस्मिन्यदृश्यते रजः॥५॥