________________
૨૨૨ શિ૯૫ રત્નાકર
[ પછ રત્ન પહેલે પાંચ ઈંડકને કેશરી નામના પ્રાસાદ જાણ અને પછી પ્રત્યેક પ્રાસાદે ચાર ચાર ઇંડકની વૃદ્ધિ એકસો એક ઈડક સુધી કરવી. .
નામ. केशरी सर्वतोभद्रो नंदनो नंदशालिकः ॥ नंदीशो मंदिरश्चैव श्रीवत्सश्चामृतोद्भवः ॥५॥ हिमवान् हेमकूटश्च कैलामः पृथिवीजयः ॥ इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ॥६॥ वैडूर्यः पद्मरागश्च वज्रको मुकुटोज्वला ॥ ऐरावतो राजहंसो गरुडो वृषभध्वजः ॥७॥ मेरुः प्रासादराजश्च देवानामालयं हि सः ॥
केशराद्याः समाख्याता नामतः पञ्चविंशतिः ॥८॥ (૧) કેશરી, (૨) સર્વતોભદ્ર, (૩) નંદન, (૪) નંદશાલિક, (૫) નંદીશ, (૬) મંદર, (૭) શ્રીવત્સ, (૮) અમૃત દૂભવ, (૯) હિમવાન, (૧૦) હમકૂટ, (૧૧) કૈલાસ, (૧૨) પૃથિવીજય, (૧૩) ઈદ્રનીલ, (૧૪) મહાનલ, (૧૫) ભૂધર, (૧૬) રત્નકૂટક, (૧૭) વૈર્ય, (૧૮) દ્વિરાગ, (૧૯) વજક, (૨૦) મુકુટોજવલ, (૨૧) ઐરાવત, (૨૨) રાજહંસ, (૨૩) ગરૂડ, (૨૪) વૃષભધ્વજ અને (૨૫) પ્રાસાદરાજ મેરૂ, અને તે દેવનું સ્થાન છે. ઉપર પ્રમાણે નામે કરી કેશરાદિ પચીસ પ્રાસાદો કહ્યા. ૫, ૬, ૭, ૮.
કેશરી પ્રાસાદ પ્રથમ-૧ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे यष्टधा प्रतिभाजिते ॥
भ्रमणीभागमेकेन भित्तयोर्गर्भषोडशी ॥९॥ સમરસ ક્ષેત્ર કરી તેના આઠ ભાગ કરવા. બન્ને બાજુની ભિત્તિમાંના મધ્યમાં સોળ ભાગ કરી તેમાં એક એક ભાગની ફરતી બ્રમણી કરવી. ૯.
भागेनैव च कर्तव्या ज्ञातव्या च सदा बुधैः ॥
मध्यपंक्तिर्विदध्याच बाह्यपंक्तिश्च कथ्यते ॥१०॥
બુદ્ધિમાન પુરૂષએ એક ભાગની ભ્રમણ કરવી અને સદા એજ માનથી જમણું જાણવી. ઉપર પ્રમાણે મધ્ય ભાગની પંક્તિ કરવી. હવે બહારના ભાગની પંક્તિ કહીએ છીએ. ૧૦.