________________
પંચમ રત્ન]
નિપ પ્રકરણ જીર્ણોદ્ધારમાં આચાર્ય તથા શિલ્પીની સલાહ अथ तं चालयेदादी जीर्णाङ्गं चैव दूषितम् ॥
आचार्यशिल्पिभिः प्राज्ञैः शास्त्रदृष्ट्या समुद्धरेत् ॥११४॥ હવે જે જીર્ણ થએલા પ્રાસાદાદિનું દૂષિત કોઈ અંગ ફરીથી કરવું હોય તે બુદ્ધિમાન પુરુએ પહેલાં વિચારશીલ આચાર્ય તથા શિલ્પીની સલાહ લેવી અને ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જીર્ણોદ્ધાર કરે. ૧૧૪.
જીર્ણ પ્રાસાદ અથવા ઘર પાડવાની વિધિ. सुमुहूर्ते दिने ऋक्षे लग्ने चन्द्रे चलोत्तमे ॥ चन्द्रताराबले चैव योगे चामृतसंभवे ॥११५॥ देवपूजां ततः कृत्वा क्षेत्रपालादिसंयुताम् ॥ दिक्पालेषु बलिं दद्याद् वास्तुदेवेषु सर्वतः ॥११६॥ आचार्यशिल्पिनां पूजां वस्त्रालङ्कारसंयुताम् ॥ तैश्चापि युक्तःसर्वैस्तु गच्छेद्वै देवसंकुलम् ॥११७॥ स्वर्णजं रूप्यजं वापि कुर्यान्नागवृषादिकम् ॥
तस्य दन्तेन शृंगेण पतितं पातयेत्सुधीः ॥११८॥ શુભ દિવસ, શુભ નક્ષત્ર, શુભ લગ્ન, ઉત્તમ બલવાન ચંદ્ર અને ચંદ્રતારાના બલ સંયુક્ત શુભ મુહૂર્તમાં તથા અમૃતસિદ્ધિગમાં જીર્ણોદ્ધાર કરે.
શભ મુહર્ત જોયા પછી જે દિવસે અને જે સમયે જીર્ણોદ્ધાર આરંભ કરવાને હેય તે વખતે માલીકે ક્ષેત્રપાલસહિત દેવતાની પૂજા કરવી. અને દિકપાલે તથા વાસ્તુદેવોને સર્વ રીતે બલિ આપવા તેમજ આચાર્ય અને શિલ્પીઓની પણ વસ્ત્ર અને અલંકારાદિથી પૂજા કરવી. પૂજન કાર્ય થઈ રહ્યા પછી સર્વને સાથે લઈ જીર્ણોદ્ધાર કરવાના સ્થળે જવું.
વિદ્વાન પુરૂષે જીર્ણોદ્ધારનું કાર્ય આરંભતાં પહેલાં સેનાને અગર રૂપને હાથી અથવા પોઠિ બનાવરાવે અને તે હાથીની દંતશૂળ અગર પિઠિયાના શિગડાવડે પ્રાસાદના જીર્ણ થયેલા અંગને પાડવું અને પછી સર્વ ભાગ પાડી નંખાવે. ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮
अन्यवास्तुच्युतं द्रव्यमन्यवास्तौ न योजयेत् ॥ प्रासादे न भवेत् पूजा गृहे च न वसेद् गृही ॥११९॥