________________
પંચમ રત્ન
નિષ પ્રકરણ.
अथ निदोष प्रकरण ।
જીર્ણોદ્ધાર કરવાથી થતું પુણ્ય. वापीकूपतडागानि प्रासादभवनानि च ॥
जीर्णान्युद्धारयेद्यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥१०॥
જીર્ણ થયેલાં વાવ, કૂવે, તલાવ, પ્રાસાદ અને ઘર વિગેરે જે જીર્ણોદ્ધાર કરાવે છે તેને નવાં કરવાથી જેટલું પુણ્ય થાય તેનાથી આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૧૫.
જીર્ણોદ્ધાર કરવાનું વિધાન तद्रूपं तत्प्रमाणश्च पूर्वसूत्रं न चालयेत् ॥
ને તુ ગાયત્તે નધિ નક્ષત્ત: i૦૨મા चलिते चालिते वाऽपि दिङ्मूढस्थनवादिषु ॥
तस्मात्सर्वप्रयत्नेन पूर्वसूत्रं न चालयेत् ॥१०॥ પ્રથમ જે પ્રાસાદ કે ભવનાદિ કરેલાં હોય તે રૂપને તથા તેજ પ્રમાણેને જીર્ણોદ્ધાર કરે. પરંતુ પૂર્વસૂત્રને છેડી બીજા સ્વરૂપનો કરે. નહિ. પ્રથમ કરેલા પ્રમાણથી ઓછો કરે તે હાનિ થાય અને અધિક કરવામાં આવે તે કુટુંબીઓનો નાશ થાય. પૂર્વસૂત્રને ચલિત અથવા ચાલિત કરવા, કરાવવાથી તેમજ નવાં કરાવવાથી દિમૂઢ થવાને સંભવ રહે છે માટે સર્વ પ્રયત્નોથી પૂર્વસૂત્રને છેડી જીર્ણોદ્ધાર કરે નહિ. ૧૦૬, ૧૭.
वास्तुद्रव्याधिकं कुर्यात् मृत्काष्ठे शैलजं हि वा ॥
शैलजे धातुजं चैव धातुजे रत्नजं तथा ॥१०८॥ વાસ્તુ (પ્રાસાદ અથવા ઘર) પહેલાં કરેલું હોય તેનાથી અધિક કરવું અથવું. માટીનું હોય તો લાકડાનું, લાકડાનું હોય તે ઈંટનું અને ઈંટનું હેય તે પાષાણનું કરવું. પાષાણનું હોય તે સુવર્ણાદિ ધાતુનું અને ધાતુનું હોય તે મણિમાણેશ્યાદિ રત્નોનું કરવું. ( પરંતુ હીનદ્રવ્ય કરવું નહિ). ૧૦૮.