________________
શિપ રત્નાકર
[ પંચમ રન ધ્વજા ચઢાવ્યા પછી ધ્વજ ફડકવાનું ફળ. वाताहतपताकानां फुकारो यत्र दृश्यते ॥
तत्कृतं निष्फलं याति पुण्यं तस्य न विद्यते ॥१०॥
પ્રતિષ્ઠા વખતે ધ્વજા ચઢાવતાં પવનને લીધે જોરથી ફફડાટ કરતી પતાકા દેખાય તે કરેલું કાર્ય નિષ્ફળ જાય છે અને તેનું પુણ્ય પણ મળતું નથી. ૧૦૦.
पुरे च नगरे कोटे रथे राजगृहे तथा ॥
वापीकूपतडागेषु ध्वजा कार्या सुशोभना ॥१०॥
પુરમાં, નગરમાં, કેટ ઉપર, રથ ઉપર, રાજમહેલ ઉપર તથા વાવ, કૂવે અને તલાવના કિનારા ઉપર, એ સર્વ સ્થળે સુશોભિત ધ્વજા ચઢાવવી. ૧૦૧.
ધ્વજા વગર શિખર નહિ રાખવા વિષે. निश्चिन्हं शिखरं दृष्ट्वा ध्वजाहीनं सुरालयम् ॥
असुरा वासमिच्छन्ति ध्वजाहीनं न कारयेत् ॥१०॥ ચિન્હ રહિત શિખર તથા ધ્વજા રહિત દેવાલયને જોઇ અસુરે વાસ કરવાને ઇચ્છે છે માટે ધ્વજા સિવાય પ્રાસાદ રાખવા નહિ. ૧૨.
શિખરને વિજા ચઢાવવાનું પુણ્ય. ध्वजोच्छायेन तुष्यन्ति देवताः पितरस्तथा ॥ दशाश्वमेधिकं पुण्यं सर्वतीर्थधरादिकम् ॥१०॥ पश्चाशत्पूर्वपश्चाजानात्मानश्च तथाधिकम् ॥
शतमेकोत्तरं सोऽपि तारयेन्नरकार्णवात् ॥१०४॥
ધ્વજા ચઢાવવાથી દેવતાઓ તથા પિતૃલેકે પ્રસન્ન થાય છે અને દશ અશ્વમેધ યજ્ઞનું, સમગ્ર તીર્થોમાં સ્નાનનું તથા સમસ્ત પૃથ્વી પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે પુરૂષ ધ્વજા ચઢાવે છે તે પચાસ થઈ ગયેલા પૂર્વજોને તથા પચાસ પછીના વંશને અને અધિકમાં પિતાને એમ કુલ એકસે ને એક (૧૦૧) પુરૂષને નરક રૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરે છે. ૧૦૩, ૧૦૪.