________________
s
પંચમ રત્ન ] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ.
મંડોવર, શિખર તથા ઇંગેની ઉચાઇનું પ્રમાણ.
मूलशिलां समारभ्य हृदये कलशान्तिकम् ॥ विभक्तिर्विंशभागैस्तु अत ऊर्ध्व प्रकल्पयेत् ॥३५॥ अष्टभिरुदये ज्येष्टमष्टसार्धेश्च मध्यमम् ॥ कनिष्ठं नवभिर्भागैर्मण्डोवरं त्रिधा स्मृतम् ॥३६॥ शेषे चैवोलभागे तु कर्तव्यः शिवरोदयः ॥
इदं मानं समुद्दिष्टं प्रयुक्तं वास्तुवेदिभिः ॥३७॥ મૂલ શિલા અર્થાત્ પરના તલથી કલશના છેડા સુધી ઉંચાઈમાં વીસ (૨૦) ભાગ કરવા અને પછી આ ભાગમાં પ્રાસાદનાં ઉપરનાં અંગેની કલ્પના કરવી. ઉંચાઈમાં મારે આઠ ભાગે કરવામાં આવે તે ચેષ્ટ, સાડા આઠ ભાગે મધ્યમ અને નવ ભાગે કનિષ્ઠ માનને જાણ. આ પ્રમાણે મડેવર ત્રણ પ્રકારને જાણ તથા બાકી રહેલા ઉંચાઈના ભાગમાં શિખરને ઉદય કરે. મડોવર તથા શિખરને ઉદય કરવામાં વાસ્તુશાસ્ત્રના વિદ્વાનોએ આ માન પ્રયુક્ત કરેલું એટલે પ્રગમાં લીધેલું છે એમ જાણવું. ૩૫, ૩૬, ૩૭.
શિખરનાં ઇંગે કરવાનું પ્રમાણ प्रासादे दशभागस्य द्वित्रिवेदांशसंमितः ॥
प्रासादार्धेन पादेन त्रिभागे निर्मितस्तथा ॥३८॥ પ્રાસાદમાં દશ (૧૦) ભાગે કરી તેમાંના બે (૨), ત્રણ (૩) અને ચાર (૪) ભાગ સુધી અથવા પ્રાસાદના પા ભાગે, અર્ધા ભાગે તથા પોણા ભાગે શિખરાં (ગે) નો ઉદય કરી શકાય છે. ૩૮.
પાયચામાં દશાઈના નાક પાડવાનું પ્રમાણુ. दशांशाः शिखरे मूले चाग्रे तत्र नवांशकाः ॥
सार्धाशको रथौ कोणौ द्वौ शेष भद्रमिष्यते ॥३९॥ શિખરની મૂલ રેખાના પાયાના તળાચે દશ (૧૦) ભાગ કરવા અને ઉપર બાંધણ મથાળે નવ (૯) ભાગ કરવા. તેમાં બબ્બે ભાગના બે કર્ણો, દેઢ દોઢ ભાગના બે પઢરા અને ત્રણ ભાગનું ભદ્ર મળી કુલ દશ ભાગ તળાચે જાણવા. બાંધણા મથાળેના ભાગમાં પણ બબ્બે ભાગના બે કર્ણો, દેઢ દેઢ ભાગના બે પઢરા અને બે ભાગનું વચ્ચે ભદ્ર કરવું. કુલ ભાગ નવ ૯ જાણવા, ૩૯.