________________
૧૭૮
શિલ્ય રત્નાકર
[ પંચમ રત્ન छाद्यतः स्कंधपर्यन्तमेकविंशतिभाजिते ॥ नन्दशक्रान्तयोर्मध्ये प्रमाणं पश्चधा मतम् ॥२९॥ कुमारः कपिरूढश्च निघण्टो हि निशाचरः ॥
चन्द्रघोषश्च विज्ञेयः शुकनाशश्च पञ्चधा ॥३०॥ છાજાના મથાળાથી સ્કંધ ( શિખરના બાંધણુ મથાળા) સુધી એકવીસ (૨૧) ભાગ કરવા. તેમાંના ૯, ૧૦, ૧૧, ૧ર અને ૧૩ ભાગ સુધીમાં શુકનાશ ઉચે કરવાનું પ્રમાણ પાંચ પ્રકારે માનેલું છે. આ પાંચ પ્રકારના શુકનાશનાં નામ અનુકેમે (૧) કુમાર, (ર) કપિરૂઢ, (૩) નિઘંટ, (૪) નિશાચાર અને (૫) ચંદ્રઘેલ છે. આ પાંચ પ્રકારના શુકનશ જાણવા. ૨૯ ૩૦.
एकतो विषमैनन्दैः सिंहस्थानानि कल्पयेत् ॥
तस्या विभक्तिसूत्रे तु कोलिकायामसूत्रतः ॥३१॥ કેળીના ભાગમાં લંબાઈના સૂત્રે એકથી નવ સુધીની વિષમ સંખ્યાએ અર્થાત્ ૧, ૩, ૫, ૭ અને ૯ ભાગ સુધી સિંહ એટલે શુકનાશનાં સ્થાને કરવાં. ૩૧.
मण्डपे स्तंभकं दद्यान् मध्यपदानुसारतः ॥
शुकनाशसमाघण्टा न्यूना तेन न चाधिका ॥३२॥ મંડપમાં સ્તંભ કરવા તે પાટના મધ્ય ગભે તલાંચા બબર કરવા. મંડપનો આમલસારે શુકનાશની બરાબર ઉચા કરે. આમલસારે શુકનાશથી નીચે હોય તે સારો પરંતુ ઉચે કરવો સારો નથી. ૩૨.
શિખરનાં દડકની ગણત્રી તથા પાણતાર વિષે. शृङ्गोशृङ्गप्रत्यङ्गैरण्डकान गणयेत् सुधीः ॥ नवाङ्गे तिलकं कर्णे कुर्यात्मासादभूषणम् ॥३३॥ कर्णप्रतिरथरथं चोपरथं सुभद्रकम् ॥
वार्यन्तराश्च मार्गेषु शुद्धाश्चैवाङ्गसंख्यया ॥३४॥ શગ, ઉરૂગ અને પ્રત્યગેથી અંડક (ઈંડકે નેની ગણત્રી બુદ્ધિમાન પુરૂષે કરવી તથા પ્રાસાદની શોભા માટે કર્યું ઉપર તેમજ નવ અંગોના ખૂણાઓ ઉપર તિલક કરવાં.
કર્ણ, પ્રતિરથ, રથ, ઉપરથ અને સુભદ્ર વિગેરેના વાર્યત (પાણતાર)ના માર્ગો અંગની સંખ્યા પ્રમાણ પણ કરવા. ૩૩, ૩૪.