________________
પંચમ રત્ન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ.
ગભારામાં પાયાની રેખા ગરવાથી દે. निरंधारेषु सर्वेषु नागरे मिश्रकेऽपि वा ॥ विमाननागरे छंदे कुर्याद् विमानपुष्पके ॥१३॥ भित्तिपृथुत्वमानं यत् तत्संख्या च क्रमोद्गता ॥ गर्भमध्ये यथा रेखा महामर्मक्षयोद्भवा ॥१४॥ एकद्वित्रिक्रमाञ्चैव रेखा गर्भसमुद्भवा ॥
संकीर्णा दोषदा ज्ञेया विपुला च सुखावहा ॥१५॥
સર્વ પ્રકારના નિરધારાદિ, નાગરાદિ, મિશ્રકાદિ. વિમાનનારદ અને વિમાનપુHકાદિ પ્રાસાદેને ગભાની ભિત્તિ પહેલી હોય તેના માને ક્રમ અર્થાત્ શુંગની સંખ્યા ચઢાવવી; પરંતુ જે ગભારાની અંદર પાયાની રેખા ગરે તે તે મહામર્મનો ક્ષય કરનારી છે. ૧૩, ૧૪.
એક, બે અને ત્રણ કમ એટલે શીખરાં ચઢાવવાં ને તે શીખરના પાયાની રેખા અને ગભારાની ફરક સુધી ચઢાવી શકાય છે. પરંતુ જે શિખરના પાયચાની રેખા ગભારા કરતાં સાંકડી થાય તે દેષ કરનારી જાણવી અને વિપુલા એટલે વિસ્તારવાળી થાય તે સુખ આપનારી જાણવી. ૧પ.
શિખરની રેખાની ઉચાઇનું પ્રમાણ रेखाविस्तारमानेन सपादेन समुच्छ्रयः ।। त्रिभागसहितश्चैव सार्धं कृत्वा विचक्षणैः ॥१६॥ रेग्वात्रयं प्रकर्तव्य ज्येष्ठमध्यकनिष्टकम् ॥
स्कंधस्योवोदये घण्टा सर्वकामफलप्रदा ॥१७॥ શિખરની રેખાઓની ઉચાઈ રેખાના અથવા દરેક અને ઉરુગના પાયાની પહોળાઈના માનથી સવાયી, પહોળાઈને ત્રીજો ભાગ મેળવી અગર પહેલાઇથી દેઢી કરવી. આ પ્રમાણે જેક, મધ્યમ અને કનિષ્ઠ માન શિખરની રેખાઓનું જાણવું. શિખરના સ્કંધ ઉપર આમલસા કરે તે સર્વ કામનાઓના ફળને આપનાર છે. ૧૬, ૧૭.
પ્રાસાદના અંગાનુસાર શૃંગે ચઢાવવા વિષે. प्रहारांशं पुनर्दद्यात् पुनः शृंगाणि कारयेत् ॥ प्रासादः शृंगशृंगेषु विभक्तश्च प्रकल्पयेत् ॥१८॥