________________
૧૯૦
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન तदूर्ध्वञ्च पदं शून्यं महामर्म क्षयावहम् ॥
पादे कार्या कटिं यावदर्चाष्टिस्तु वाहने ॥२१४॥ (૨૫) પચીસમા પદમાં શેષનાગ, (૨૭) સત્તાવીસમામાં શેષશાયી ભગવાન, (ર૯) ઓગણત્રીસમામાં ગરૂડ, (૩૧) એકત્રીસમામાં માતૃગણ, (૩૩) તેત્રીસમામાં કુબેર, (૩૫) પાંત્રીસમામાં ભૂગવારાહ, (૩૭) સાડત્રીસમામાં ઉમા અને રૂક, (૩૯) ઓગણચાલીસમામાં બુદ્ધ, (૧) એકતાલીસમામાં બ્રહ્માનું યુગ્મ (બ્રહ્મા અને સાવિત્રી), (૪૩) તેતાલીસમામાં દુર્વાસા, અગત્ય તથા નારદ, (૪૫) પીસતાલીસમામાં લફમીનારાયણ, (૪૭) સુડતાલીસમામાં ધાતા, (૪૯) ઓગણપચાસમામાં શારદા અને ગણપતિ, (૫૧) એકાવનામામાં પદ્માસનમાં બેઠેલા બ્રહ્મા, (૫૩) ત્રેપનમામાં મને રથ પૂરનારી હરસિદ્ધિ, (૫૫) પચાવનામામાં બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને વીતરાગ, (૫૭) સત્તાવનમામાં શુક્રાચાર્ય, (૫૯) ઓગણસાઠમામાં ચંડિકા, (૬૧) એકસઠમામાં ભૈરવ, (૬૩) ત્રેસઠમામાં વૈતાલ અને તેના ઉપરનું (૬) ચેસડનું પદ શૂન્ય રાખવું. કારણ કે તે મહામર્મનું સ્થાન છે અને નાશ કરનાર છે. વાહનની દષ્ટિ અર્ચાના પગ અથવા કટિ સુધી રાખવી. ર૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૪.
धर्मार्थकाममोक्षाणां दृष्टिस्थापनपूजनात् ॥
सर्वा दृष्टिसंस्थानं भुक्तिमुक्तिप्रदं भवेत् ॥२१५॥ इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे मण्डपादितोऽर्चादृष्टिलक्षणाधिकारे
વતુર્થ રત્ન સમાપ્તમ્ | દષ્ટિના સ્થાપન અને પૂજનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થોની સિદ્ધિ થાય છે તથા સર્વ દેવતાઓની દષ્ટિએનું આ સ્થાપન ભેગ અને મુક્તિને આપનારું છે. ૨૫. ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું મંડપ, મૂર્તિ
વિધાન, દેવદષ્ટિ લક્ષણાધિકારનું ચેથું રત્ન સંપૂર્ણ .