________________
ચતુર્થ રત્ન ] મતિવિધાન.
૧૫૩ સર્વ દેવતાઓનાં પંચવિધ સિંહાસન પ્રમાણ. प्रासादगर्भस्य दलं विधेयं ।
prav૪ રિવર્તનીયમ્ अन्य दले पञ्चविभागकार्य !
तस्मिन् विधेयानि निजासनानि ॥१३३॥ રક્ષાચક્ર પથ વિમા |
द्वितीयभागेऽग्विलदेवता वै ॥ ब्रह्मा च विष्णुश्च जिनस्तृतीये।
चतुर्थभागादधिके हरस्य ॥१३४॥ પ્રાસાદના ગભારાના સરખા બે ભાગ કરી દ્વાર તરફને પહેલે ખંડ (વિભાગ) તજે. પછી બાકી રહેલા બીજા ખંડમાં પાંચ વિભાગે કરવા અને તેમાં દેવતાઓનાં પિપિતાનાં સિંહાસનો કરવાં. પાંચ વિભાગમાંના પછીતથી પ્રથમ વિભાગમાં યક્ષાદિ, બીજા વિભાગમાં સર્વ દેવતાઓ, ત્રીજા વિભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને જિન દેવતાઓનું સિંહાસન કરવું તથા ચોથા ભાગથી અધિક પાંચમા વિભાગમાં અર્થાત્ ગભારાના મધ્ય ભાગે શિવનું સ્થાન કરવું. ૧૩૨, ૧૩૪.
દેવતાઓના સ્થાનનાં મંડલ વિષે. प्रासादानां समस्तानां विभक्तिर्गर्भभित्तया ॥ गर्भमध्येषु सर्वेषु देवताः क्रमसंस्थिताः ॥१३॥ चतुरस्त्रं तथायत्तं वृत्तं चैव वृतायतम् ॥ अष्टास्त्रं च तथा प्रोक्तं गर्भप्रासादरूपतः ॥१३६॥ ब्रह्मस्थानादिगर्भ च भित्तिपर्यंतमेखला ॥
विभक्तिक्रमछंदेषु मण्डलं भवनाकृति ॥१३७॥
સમસ્ત પ્રાસાદમાં ગભારાની ભિત્તિથી વિભાગે કરવા અને સર્વ પ્રકારના ગભારાઓના મધ્ય ભાગથી ક્રમાનુસાર દેવતાઓ બેસાડવા. ગર્ભ અને પ્રાસાદને અનુરૂપ દેવતામંડલ સમરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને અષ્ટ હાસ કરવું. બ્રહ્માના સ્થાનાદિ રૂપ ગભારાને ભિત્તિ સુધી મેખલા કરવી તથા વિભાગ, ક્રમ અને છેદાનુસાર તેના ઉપર ભવનાકૃતિ મંડલ રચવું અર્થાત્ છત્રીઓ કરવી. ૧૩૫, ૧૩૬, ૧૩૭.