________________
ચતુર્થ રત્ન] મતિ વિધાન.
૧૫ - વાનરપતિ હનુમાન નૈઋત્યાભિમુખ બેસાડવા (હનુમાનનું દેવાલય દક્ષિણભિમુખ પણ કરવું); કિન્તુ બીજા દેવતાએ કદાપિ વિદિત્સુખ અર્થાતું કોણના મુખવાળા બેસાડવા નહિ. ૧૨૬.
अथ मूर्तिविधान प्रकरण ।
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा ॥
मध्यमा स्वदशांशोना पंचांशोना कनीयसी ॥१२॥ પ્રાસાદના ગભારાના ત્રીજા ભાગે પ્રતિમા કરવી તે ઉત્તમ ( માનની) જાણવી અને પ્રતિમાના આવેલા પ્રમાણુના દશમા ભાગે હીન કરવાથી મધ્યમ અને પાંચમા ભાગે હીન કરવાથી કનિષ્ઠ માનની પ્રતિમા જાણવી. (આ માન બેઠેલી જેન પ્રતિમાની પલાંઠીનું જાણવું). ૧૨૭.
દ્વારના માને મૂર્તિ અને સિંહાસનનું પ્રમાણુ. તાજીગ્ન નજધા માને નિત્ય .
द्वात्रिंशद्भिर्भजेद् द्वारं चतुर्भागान् परित्यजेत् ॥१२८॥ દ્વારની ઉંચાઈમાં નવ (૯) ભાગ કરી ઉપર એક ભાગ છે અને બાકીના આઠ ભાગમાં ચાર ભાગની પ્રતિમા ઉચી તથા ચા૨ ભાગનું સિંહાસન ઉંચું કરવું. તેજ પ્રમાણે દ્વારની ઉંચાઇમાં બત્રીસ (૩ર) ભાગ કરી તેમાંથી ઉપરના ચાર ભાગે છોડવા. શેષ રહેલા અઠ્ઠાવીસ (૨૮) ભાગોમાં નીચે પ્રમાણે પ્રતિમા તથા સિંહાસનનું પ્રમાણ અનુક્રમે જાણવું. ૧૨૮.
દૂ તથા વિશ્વત્તિયાત્રા છે अर्व चैवासनस्थानं मनुशऋतिथीनकैः ॥१२९॥
દ્વારની લંબાઈ (ઉંચાઈ) માંના ચાંદ (૧૪), પંદર (૧પ), તેર (૧૩) અને સેળ (૧૬) ભાગોમાં પ્રતિમા તથા દ (૧૪), તેર (૧૩), પંદર (૧૫) અને બાર (૧૨) ભાગમાં સિંહાસન ઊંચું કરવું. ૧૨૯,