________________
૧પ૦ શિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન પૂર્વ તથા પશ્ચિમમુખના દેવતાઓ. पूर्वापरस्य देवानां कुर्यान्नो दक्षिणोत्तरम् ।।
ब्रह्मविष्णुशिवानाञ्च गृहं पूर्वापरामुखम् ॥१२१॥
પૂર્વ તથા પશ્ચિમ દિશાના મુખવાળા દેવનાં દેવાલયે દક્ષિણ તથા ઉત્તર દિશાના મુખવાળાં કરવાં નહિ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં દેવાલય પૂર્વ તથા પશ્ચિમ મુખનાં કરવાં. ૧૨૧.
पूर्वापरमुखा देवाः शुभाश्च पुरसन्मुग्वाः ॥ अशुभा दक्षिणास्यास्तु उत्तराभिमुग्खास्तथा ॥१२२॥ ब्रह्मा विष्णुश्च रुद्राकौं गुह इन्द्रश्च देवताः ।। पूर्वापरमुखाश्चैते सर्वदा शुभकारकाः ॥१२॥ ब्रह्मा विष्णुश्च रुद्रार्को पुरं हन्ति पराङ्मग्वाः ॥
शिवो जिनो हरिर्धाता शुभाः सर्वदिशामुग्वाः ॥१२४॥
પૂર્વ અને પશ્ચિમાભિમુખ તથા ગરાભિમુખ દેવો શુભ છે પરંતુ દક્ષિણ તથા ઉત્તરાભિમુખ દેવે અશુભ છે. બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, સૂર્ય, કાર્તિક સ્વામી અને ઇન્દ્ર; આ દેવતાઓ પૂર્વ તથા પશ્ચિમદિશા સામે મુખવાળા સદા શુભકર્તા છે. ૧૨૨, ૧૨૩.
બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને સૂર્ય આ દેવતાઓ જે પુરથી પરમુખ હેય અર્થાત્ નગર તરફ પીઠ કરીને રહેલા હોય તે પુરને નાશ કરે છે. શિવ, તીર્થકર, વિષ્ણુ અને બ્રહ્મા; આ દે સર્વ દિશાના મુખવાળા શુભ છે. ૧૨૪.
દક્ષિણાભિમુખ દે. विघ्नेशो भैरवश्चण्डी नकुलीशो ग्रहास्तथा ।
मातरो धनदश्चैव शुभा दक्षिणदिङ्मुखाः ॥१२५।। ગણેશ, ભૈરવ, ચડિક, નકુલીશ, નવગ્રહે, માતૃદેવતા અને કુબેર, આ દેવે દક્ષિણાભિમુખ શુભ છે અર્થાત્ એમનાં દેવાલયે દક્ષિણાભિમુખ કરવાં. ૧૨૫.
હનુમાન બેસાડવાની દિશા. नैऋत्याभिमुखः कार्यों हनुमान् वानरेश्वरः ।। अन्ये विदिङ्मुखा देवा न कर्तव्याः कदाचन ॥१२६॥