________________
ચતુર્થ રત્ન] મંપાદિ લક્ષણાધિકાર.
૧૪૯ શિવના દેવાલયના અગ્રભાગે શિવાલય, બ્રહ્માના દેવાલયના અગ્રભાગે બ્રહ્માનું, વિષ્ણુના દેવાલયના અગ્રભાગે વિષ્ણુનું, જિનના દેવાલયના અગ્રભાગે જિનનું અને સૂર્યના દેવાલયના અગ્રભાગે સૂર્યનું દેવાલય કરવું. ૧૧૫.
ब्रह्मा विष्णुश्चैकनाभिाभ्यां दोषो न विद्यते ॥
शिवस्याग्रे न वासश्च दृष्टिवेधे महद् भयम् ॥११॥ બ્રહ્મા અને વિષ્ણુ એકનાભિ (બન્નેનાં દેવાલય સામસામાં) કરવા. એ બન્નેની એકનાભિ થવાથી દોષ થતો નથી, પરંતુ શિવાલયના અગ્રભાગે બ્રહ્મા અને વિષ્ણુને વાસ (દેવાલય) કરવો નહિ; કારણ કે તેમને દિવેધ થતાં મહાન ભય ઉત્પન્ન થાય છે. ૧૧૬.
ब्रह्मा विष्णुरेकनाभिर्जिने दोषो न विद्यते ॥
शिवाग्रे चान्यदेवाश्च दृष्टिवेधे महद् भयम् ॥११७॥ જિનાલયમાં બ્રહ્મા અને વિષ્ણુ એકનાભિ થાય તે દોષ થતું નથી, પરંતુ શિવાલયની સન્મુખ બીજા દેવતાઓ કરવા નહિ; કારણ કે તેમનો દષ્ટિવેધ થતાં મટે ભય ઉત્પન્ન થાય છે. ૧૧૭.
चंडिकाग्रे भवेन्मात्री यक्षे क्षेत्रादि भैरवः॥
स्वस्वामिभिश्च विज्ञेया ये यस्यापि हितैषिणः ॥११८॥ ચંડિકાના દેવાલયના અગ્રભાગે માત્રગણુના દેવાલય કરવાં અને યક્ષરાજ કુબેરના દેવાલયના અગ્રભાગે ક્ષેત્રપાલ ને ભૈરવ વગેરેનાં દેવાલય કરવાં તથા સેવકસ્વામી, ઈછમિત્ર અને પરસ્પર હિતિથી દેવતાઓનાં દેવાલય એકનાભિ (સામસામાં ગર્ભે) કરવાં. ૧૧૮.
शिवसूर्याग्रतो गेहं न कुर्याजिनपृष्ठतः ॥
पार्श्वयोर्ब्रह्मविष्णोश्च चण्ड्याश्चतुर्दिशं न वै ॥११९॥ શિવ અને સૂર્યના દેવાલયના અગ્રભાગે, જિનાલયના પૃઇ (પાછળના) ભાગે, બ્રહ્મા અને વિષ્ણુના પાર્શ્વ ( બન્ને બાજુના) ભાગે તથા ચંડિકાની ચારે દિશાએ ઘર કરવું નહિ. ૧૧૯
દષ્ટિદોષ ન લાગવા વિષે. प्रसिद्धराजमार्गस्य प्राकारान्तरतोऽपि वा ॥
स्थापयेदन्यदेवस्य तत्र दोषो न विद्यते ॥१२०॥ પ્રસિદ્ધ રાજમાર્ગ અથવા પ્રાકાર (કોટ કિલ્લા)નું અંતર પડતું હોય તે એક દેવના દેવાલયના સામું બીજા દેવતાનું દેવાલય કરવામાં છિદોષ આવતું નથી. ૧૨૦,