________________
માટે પણ તેઓ ધન્યવાદને પાત્ર છે. તેમજ આ ગ્રંથનાં મુકે અને કેપી તપાસવામાં કાળજીપૂર્વક શ્રમ લઈ કાર્ય કરવા માટે વેદશાસ્ત્રસંપન્ન શાસ્ત્રીશ્રી જદુરામ જીવણરામ વડેદરા એમને પણ હું આભાર માનું છું.
તેમજ સોમપુરા ભગવાનજી હરિશંકર એમણે પ્રાચીન હસ્તલિખિત સૂત્રસંતાન નામનું પુસ્તક આ ગ્રંથના કામમાં ઉપયોગ કરવા આપવા ઉદારતા બતાવી છે તથા મીસ્ત્રી પ્રભાશંકર ઓઘડલાલ (પાલીતાણું) એમણે પણ સ્વહસ્તલિખિત પુસ્તક મેળવણી કરી જેવા આપેલું તેમને પણ સહદય આભાર માનું છું.
જે ભાઈઓએ પ્રથમથી ગ્રાહક બની આ પુસ્તકને ઉત્તેજન આપ્યું છે તેમને પણ અત્રે આભાર માનવામાં આવે છે.
શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મુળજીભાઈ સેમપુરા.