________________
હોય છે. અને તેટલા માટે શિલ્પીના ગુણો સંબંધે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. એ આપણું પ્રાચીન શિલ્પકારની અપૂર્વ બુદ્ધિમત્તાની પરાકાષ્ટ રૂપ છે.
- શિલ્મના ગ્રંથમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેવમંદિર, પ્રાસાદ કે ગૃહનું કાર્ય એકજ હાથે પુરૂં થવું જોઈએ, જે તેમ ન થાય તે મતિવિભેદને લઈ ક્રિયાવિભેદ થાય અને તેને લીધે શાસ્ત્રસિદ્ધ કાર્ય થઈ શકે નહિ અને કાર્યની જે સિદ્ધિ થવી જોઈએ તે પણ થઈ શકે નહિ. એટલા માટે શિલ્પીએ કરાવનાર રાજા કે ગૃહસ્થ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને રાજા કે ગૃહસ્થ શિપી પ્રત્યે પુર વિશ્વાસ ધરાવે જોઈએ. તેઓ બન્ને પરસ્પર રીતે એક બીજા સાથે કાર્યસિદ્ધિ માટે જવાબદારીથી બંધાયેલા છે. શિ૯૫ના ગ્રંથમાં કહ્યું છે કે,
एकहस्ते तु कल्याणं द्विहस्ते मृत्युरेय च ।
गृह देवैकशिल्पिनं भाषितं विश्वकर्मणा ।।
એક હાથે થયેલું કાર્ય કલ્યાણકારી થાય છે અને બે હાથે થયેલા કાર્યમાં મૃત્યુને સંભવ છે માટે ગૃહકાર્ય અને દેવકાર્ય એટલે દેવમંદિર વગેરે કાર્યો એકજ શિલ્પીના હાથે કરાવવાં એવું શ્રી વિશ્વકર્માએ કહેલું છે.”
આ તરફ પણ આજકાલના કામ કરાવનારાઓએ ખાસ લક્ષ આપવું જોઈએ. આજકાલ તે નકશા–પ્લાન બીજાના હાથે તૈયાર થાય છે અને તે પ્રમાણે કામ કરવાનું ત્રિીજાને સંપાય છે. તેને લીધે તેની શાસ્ત્રશુદ્ધતા નાશ થવા પામે છે અને ગૃહ નિર્માણ જે ગૃહસ્થના સુખ અને કલ્યાણ માટે હોય છે તે દુઃખ અને વિનાશનું કારણ થઈ પડે છે.
વળી હાલમાં ચેડાં વર્ષો થયાં આપણા પ્રાચીન શિલ્પશાસ્ત્રોનાં વિજ્ઞાન સિદ્ધ વિધાનની વિરૂદ્ધ જઈ લોખંડને પણ દેવમંદિરે, રાજમહાલ તેમજ ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેવમંદિર, રાજપ્રાસાદ કે ઘરમાં લેખંડને ઉપયોગ આપણાં શાસ્ત્રોમાં નિષિદ્ધ કરે છે. નીચેના ક્ષેકમાં લેખંડને ગૃહનિર્માણ કાર્યમાં ત્યાગ કરવા જણાવેલું છે.
કરે છે વૈદ જાળે ઘાતુન્ન |
उत्तरोत्तरदृढं द्रव्यं लौहकर्म विवर्जयेत् ॥ લાકડું, ઇ, પત્થર, ધાતુ, રત્ન; આ દ્રવ્ય એક બીજાથી વધારે દઢ મજબૂત છે અર્થાત્ લાકડાથી ઇટે, ઇટથી પત્થર, પત્થરથી શેનું વગેરે ધાતુઓ અને ધાતુઓથી રન્ને વધુ મજબૂત છે. ગૃહાદિ કાર્યમાં લેહકમ (લેખંડનું કામ કરવું નહિ.”