________________
૧૧૨
શિલ્પ રત્નાકર
चतुर्विधं तथा स्वस्थं कुर्याचैवमुदुम्बरम् ॥ उत्तमोत्तमचत्वारो न्यूनाधिकाश्च दोषकाः ॥ १९०॥
[તૃતીય રત્ન
હવે ઉંબરાનું પ્રમાણ કહું છું. ઉંબરાની ઊંચાઇ કુંભાની ખરેખર કરવી તથા તેના અર્ધા ભાગે, ત્રીા ભાગે અને ચેાથા ભાગે હીન કરવાથી ક્રમે ઉંબરાની ઊંચાઈનુ ચાર પ્રકારનું પ્રમાણુ જાણવુ. ચારે પ્રમાણના બરાએ એક એકથી ઉત્તમેત્તમ છે અને પ્રમાણથી ઉંચાઇમાં એછ વધતા કરવાથી દોષકર્તા છે.
૧૮૯, ૧૯૦.
શ’ખાવટ પ્રમાણ.
खुरकेन समं कुर्यादर्धचन्द्रस्य चोच्छुतिः ॥ द्वारव्याससमं दैर्घ्यं निर्गमं च तदर्धतः ॥ १९९ ॥ द्विभागमर्धचन्द्रश्च भागेन द्वौ गगारकौ ॥ शङ्खपत्रसमायुक्तं पद्माकारैरलङ्कृतम् ॥१९२॥
इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रि श्रीमूलजीसुतनर्मदाशङ्क रसोमपुराविरचिते शिल्परत्नाकरे मण्डोवरादितो द्वारशाखालक्षणाधिकारे तृतीयं रत्नं समाप्तम् ॥
ખરાના
મથાળા
ખરેખર એકસૂત્રમાં અર્ધચંદ્ર (શ'ખુદ્દાર અર્થાત્ શખાવટ ) ના મથાળા ઉચાઇમાં રાખવા તથા દ્વારની પહેાળાઇ જેટલા લાંબે અને તેનાથી અર્ધા નીકારે રાખવા. અર્ધચંદ્ર ભાગ એ ( ૨ ) તથા અર્ધા અર્ધા ભાગના એ ગગારક અર્થાત્ ગગારા અને પડખે કરવા. અચંદ્ર અને ગગારાની વચમાં શંખ કરવા તથા શંખની બન્ને બાજુએ ચ'પાછડીયુક્ત વેલા કરવા અને અર્ધચંદ્રમાં પણ કમળની આકૃતિ જેવું ફૂલ તથા સુભિત વેલા બનાવવે. ૧૯૧, ૧૯૨ ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મૂલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ` મ`ડાવર દ્વારશાખાલક્ષણાધિકારનુ' ત્રીજી' રત્ન સંપૂર્ણ,
* ઉદુમ્બર કુંભાથી નીચે ઉતારવાનું કહેલ છે પરંતુ કેટલાક હાલના શિલ્પીઓ વગર સમજે શાખાના તલકડાથી નીચે ઉતારે છે પણ શાખાના તલરૂપ તલકડાને નીચા ઉતારતા નથી એ ભયંકર ભૂલ કરે છે. ઉંબરો કુંભાથી જેટલા અંશે નીચે ઉતારવા હોય તે પ્રમાણે તલફડા સ્તંભની ભી સહિત એકસૂત્રમાં રાખવા જોઇએ.