________________
તૃતીય રત્ન]
મંડાવર, એક ગજના પ્રાસાદને તેત્રીસ (૩૩) આંગળ, બે ગજનાને બે ગજ સાત આંગળ, ત્રણ ગજે ત્રણ ગજ પાંચ આંગળ, ચાર ગજે ચાર ગજ એક આંગળ, પાંચ ગજનાને પાંચ ગજ, છ ગાજે છે ગજમાં બે આંગળ ઓછી અર્થાત્ પાંચ ગજ બાવીસ આંગળ, સાત ગજે સાત ગજમાં સાત આંગળ ઓછી અર્થાત્ છ ગજને સત્તર આંગળ, આઠ ગજનાને આઠ ગજમાં સેળ આગળ એછી અર્થાત્ સાત ગજ આઠ આંગળ, નવ ગજે નવ ગજમાં ઓગણત્રીસ આંગળ ઓછી અર્થાત્ સાત ગજને ૧૯ આંગળ, દશ ગજનાને આઠ ગજ, પંદર ગજના પ્રાસાદને સવા દશ ગજ, વીસ ગજે સાડા બાર ગજ, પચીસ ગજે પણ પંદર ગજ, ત્રીસ ગજે સત્તર ગજ, પાંત્રીસ ગજે સવા એક્વીસ ગજ, ચાલીસ ગજે સાડી એકવીસ ગજ, પિસતાલીસ ગજે પિણી વીસ ગજ અને પચાસ ગજના પ્રાસાદને પચીસ ગજ ઉચી ઉભણી કરવી. ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫.
ચેથું ઉભણુમાન. हस्तादिपञ्चपर्यन्तं विस्तारेण समुच्छ्रयः ॥ द्वादशाङ्गलवृद्धिः स्याद् यावद्धस्तत्रयोदश ॥१६॥ एकादशाङ्गला वृद्धिपर्यन्तमेकविंशतिः ॥
दशाङ्गलैकविंशोचं यावत्पश्चाशहस्तकम् ॥१७॥
એક ગજથી પાંચ ગજ સુધી પહોળાઈની બરોબર ઉભણીની ઉંચાઈ કરવી અને પાંચથી તેર ગજ સુધી ગજે બાર આંગળ, તેથી એકવીસ ગજ સુધી અગિયાર આંગળ અને એકવીસથી પચાસ ગજ સુધી દશ આંગળી ઉભણુના માનમાં વૃદ્ધિ કરવી. ૧૬, ૧૭.
આયષ સુધારવા હાધિક કરવા વિષે. अङ्गलं द्वित्रिकं वापि कुर्यात् हीनाधिकं तथा ॥
आयदोषविशुद्धयर्थ हखवृद्धी न दूषयेत् ॥१८॥ ઉપરના માનમાં બે ત્રણ આંગળ ઓછું વધતું કરવું ઘટે તે કરવું, કારણ કે આયદોષની વિશુદ્ધિ માટે કરવામાં આવેલી વધઘટ દેષરૂપ થતી નથી. ૧૮.
ડેરાના અંગેનું પુનર્વિધાન કરવા વિષે. अंशोदये च कर्तव्यं प्रथमं षट् च छाद्यकम् ॥ यावत्समोदयश्चैव तावन्मण्डोवरं कृतम् ॥१९॥