________________
तृतीयं रत्नम् ।
अथ मण्डोवरादितो द्वारशाखालक्षणाधिकारः।
થાતઃ સંવામિ મહોરર ક્ષાના प्रासादस्य प्रमाणञ्च ज्ञातव्यं मूलनासिकम् ॥१॥ रथोपरथनंदी च भद्रोपभद्रमेव च ॥ एते तु बाह्यतः ज्ञेया निर्गमाः पीठकादिकम् ॥२॥
મંડોવર માન. હવે આગળ મંડોરાનું લક્ષણ કહીશ. પ્રાસાદની મૂલ નાસિકાથી (કર્ણ-રેખા)થી તેનું પ્રમાણ જાણવું. રથ, ઉપરથ અને નદી તથા ભદ્ર, ઉપભદ્ર તેમજ પીઠાદિના નિર્ગમ પ્રમાણથી બહાર સમજવા. ૧, ૨.
પ્રાસાદની ઉભણી (મંડોવર) નું પહેલું માનहस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः ॥ सुरेशमनुसप्तेषुरामचन्द्राङ्गलाधिकः ॥३॥ पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावत्शतार्धकम् ॥
हस्ते हस्ते क्रमाद् वृद्धिर्मनुसूर्यनवाङ्गुला ॥४॥ એક ગજથી પાંચ ગજ સુધીના પ્રાસાદની ઉભણી પ્રાસાદની પહોળાઈ જેટલી ઉંચી કરવી અથવા એક ગજના પ્રાસાદને એક ગજ ચાદ આંગળ, બે ગજના પ્રાસાદને બે ગજ ચોદ આંગળ, ત્રણ ગજનાને ત્રણ ગજ સાત આંગળ, ચાર ગજનાને ચાર ગજ પાંચ આંગળ અને પાંચ ગજના પ્રાસાદને પાંચ ગજ ત્રણ આગળ ઉભણી ઉંચી કરવી તથા પાંચ ગજથી દશ ગજ સુધી ગજે ચાદ (૧૪) આંગળ, દશથી ત્રીસ ગજ સુધી બાર (૧૨) આંગળ અને ત્રીસથી પચાસ ગજ સુધી નવ (૯) આંગળની વૃદ્ધિ કરવી. ૩, ૪.