________________
૭૪ શિલ્ય રત્નાકર
[ દ્વિતીય રત્ન અલ્પ દ્રવ્યમાં સાધારણ પીઠમાનगजपीठं विना ह्यल्पद्रव्यैः पुण्यं महत्तरम् ॥ जाजयकुंभः कणाली च ग्रासपट्टीस्तदा भवेत् ॥१७॥ कामदं कर्णपीठं तु जाड्यकुंभः कणालिका ॥
लतिने निर्गमादीनं सांधारे निर्गमाधिकम् ॥१७२॥ (યથાશક્તિ પ્રાસાદ કરવાનું વિધાન હોવાથી) અ૫ દ્રવ્યથી પણ મોટું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેવા પ્રસંગે ગજપીઠ ન કરતાં જાડ, કણાલી (કણી) અને છજજી સહિત ગ્રાસપટ્ટી કરવી. આ પીઠને “કામદી પીઠ કહે છે અને જાડ તથા કણી કરવામાં આવે તો કર્ણ પીઠ થાય છે. લતિનાદિ જાતિના પ્રાસાદમાં કર્ણ પીઠ નીકારે ઓછી અને સાંધારાદિ જાતિના પ્રાસાદમાં અધિક કરવી. ૧૭૧, ૧૭૨.
પ્રાસાદની ઉચાઇના પ્રમાણુથી પીઠમાન. एकविंशतिसंभागाः प्रासादस्य समुच्छ्ये ॥
पञ्चादिनवभागान्त पीठस्य पञ्चधोदयः ॥१७३॥ પ્રાસાદની ઉંચાઈમાં એકવીસ (૨૧) વિભાગો કરવા. તેમાં ૫, ૬, ૭, ૮ અને ૯ ભાગ સુધી પીઠની ઉંચાઈ કરવી. આ પ્રમાણે પીઠની ઊંચાઈ પાંચ પ્રકારે થાય છે. ૧૭૩.
નર્વેષ ઘટના : દહીને નિરાશ્રમ્ |
पीठहीनं विनश्येत प्रासादभवनादिकम् ॥१७४॥ इतिश्री वास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे प्रासादोत्पत्तिप्रासादरचनालक्षणाधिकारे
द्वितीयं रत्नं समाप्तम् ।। સર્વ પ્રકારના પ્રાસાદને આધારે પીક છે અને પીડારહિત દેવાલયે નિરાશ્રય નિરાધાર થાય છે. નિરાધાર દેવાલ (પ્રાસાદ) ને તથા ભવનાદિને નાશ થાય છે. ૧૭૪. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલ૫રત્નાકર નામના ગ્રંથનું પ્રાસાદોત્પત્તિ
અને પ્રાસાદરચનાલક્ષણાધિકારનું બીજું રત્ન સંપૂર્ણ