________________
અધ્યાય જ છે,
( ૭ ) અર્થ:–ઉપર બતાવેલા ઉત્તમ પ્રકારના નગરમાં સત્તર (૧૭) માર્ગે કરવા, તથા મધ્યમ નગરમાં તેર (૧૩) માર્ગ કરવા અને કનિષ્ઠ પ્રકારના નગરમાં નવ (૯) માગ કરવા કહ્યા છે, પણ નગરને લંબાઈમાં જેટલા માર્ગે કરવા કહ્યા છે તેટલાજ માર્ગ નગરની પહેળામાં પણ કરવા, ( જે નગરમાં જેટલા ઉભા માર્ગો કરવા પડે તેટલાજ આડા માર્ગે કરવા.)
વળી નગરનું અર્ધ હોય તેને ગામ કહેવું, તથા તેવા ગામનું અર્ધ હોય તેને ખેટક કહેવું (ખે) તથા ખેટકનું અર્ધ હોય તે તેને કૂટ કહેવું અને કૂટનું અર્ધ જે હોય તેને ખર્વટ કહેવું. ૯
हस्तानांचयुगाष्टषोडशसहस्रभूपतीनांपुरं तन्मध्येदशधावदंतिमुनयोवृद्धयासहस्रेणतत् ।। आयामेचसपादसार्धवसुतोभागःप्रशस्तोधिकः त्वेकैकंचचतुर्विधंनिगदितकार्यसमंकर्णयोः ॥ १० ॥
અર્થ-–રાજાને રહેવાનું નગર ચાર ૪૦૦૦ હઝાર ગજનું કરવું, અથવા આઠ ૮૦૦૦ હઝાર ગજનું કરવું; અથવા સેળ હઝાર ગજનું, કરવું, પણ તે નગરેના અવાંતર ભેદે એક એક હઝાર વધારવાથી તેના દશ પ્રકાર બતાવ્યા છે તે એવી રીતે કે–
પાંચ હજાર ગજનું (૫૦૦૦), છ હજાર ગજનું (૬૦૦૦ ), સાત - જાર ગજનું (૭૦૦૦), નવ હજાર ગજનું (૦૦૦ ), દશ હજાર ગજનું (૧૦૦૦૦ ), અગિયાર હજાર ગજનું (૧૧૦૦૦), બાર હજાર ગજનું (૧૨૦૦૦), તેર હજાર ગજનું (૧૩૦૦૦), ચિદ હજાર ગજનું (૧૪૦૦૦), અને પંદર હજાર ગજનું (૧૫૦૦૦ ), એ રીતે નગરે કરવાં એમ કહ્યું છે પણ એ નગરાની જેટલી પહોળાઈ હોય તે પિહેલાઈથી લંબાઈમાં સવા આઠમે તથા સાત આઠમે ભાગ વધારે, એ રીતે સર્વ નગરોના ચાર ચાર ભેદ કહ્યા છે. તે એવી રીતે કે:--
૧ પ્રથમ ભેદમાં લંબાઇ અને પહેલાઇમાં સરખું. ૨ બીજા ભેદમાં પહોળાઈને અષ્ટમાંશ > લંબાઈમાં વધાર. ૩ ત્રીજા ભેદમાં પહોળાઈથી લંબાઈમાં સવા આઠમે ભાગ વધારી નગર રચવું , અને ૪ ચેથા ભેદમાં પહોળાઈથી લંબાઈમાં સાડા આઠમે ભાગ ; વધારી નગરની લંબાઈ કરવી, પણ તે સમકરણ -
ગરે રચવાં એ રીતે નગરની રચના કરવી. ૧૦ ૧ સમકરણ એટલે, જે નગર રચવું હોય તે વિકર્ણ ન કરતાં અર્થાત ખૂણે ખાંચા ન પડે તેવી રીતે કાટખૂણામાં બરોબર કરવાં; પણ કાટખૂણુથી બહાર એટલે રાંટાં અથવા વાંકાચુંકાં જે કે કાટખૂણામાં મળે નહિ તેવાં નગર કરવાં નહિ.