________________
અધ્યાય ૩ જે.
(૪૭) देयाःसिंहगजध्वजादिवृषभाःसिंहध्वजौकुंजरे । सिंहोवैध्वजइष्यतेनवृषभोन्यत्रापिदेयोबुधैः ॥ सिंहश्वेभवृषेगृहेमृतिकरस्त्वायश्चवक्रंगृहं । तस्मिन्नेवचवामदक्षिणदिशाद्वारस्यआयःशुभः ॥७॥
અર્થઃ–પહેલી ભૂમિમાં વૃષય દે, તથા બીજી ભૂમિમાં સિંહ આય દેવે અથવા ગજ આય દેવ અથવા ધ્વજ આય દે. આય આપનાર સૂત્રધારે યાદ રાખવાનું છે કે–“ ગજ આય ઉપર સિંહ આય અથવા ધ્વજ આય દેવે, તેમજ સિંહ આય ઉપર ધ્વજ આય દેવ” પણ ડાહ્યા મનુષ્ય કેઈપણ આય ઉપર વૃષ આય લાવ નહિ, કદાચ ઘર વિષે સિંહ આય ઉપર ગજ આય અથવા વૃષ આય આવે તે તે મૃત્યુ પ્રાપ્ત કરાવે, અને ઘરનું દ્વાર આયના સામે હોય તે તે શુભ છે તેમજ ઘરથી જમણી તરફ અથવા ડાબી તરફ આય આવે તે તે પણ શ્રેષ્ઠ છે. ૭
व्यासेदैर्ध्वगुणेष्टभिर्विभजितेशेषोध्वजाद्यायको । ऽष्टनेतगुणितेचधिष्ण्यभजितेस्यादृक्षमश्वादिकं ॥ नक्षत्रेवसुभिर्व्ययेपिभजितेहीनस्तुलक्ष्मीप्रदः । तुल्यायश्चपिशाचकोध्वजमृतेसंवड़ितोराक्षसः ॥८॥
અર્થ:–ઘર કરવાની જમીન અથવા ક્ષેત્રને વિસ્તાર અથવા પહોળાઈ જેટલા ગજ હોય તેટલાને ક્ષેત્રની લંબાઈના ગજે સાથે ગુણતાં જે પિડ આવે (ક્ષેત્રફળને જેટલો અંક આવે) તે પિંડને આડે ભાગતાં શેષ જે રહે તે “વજાદિ આઠ આય સમજવા, ત્યારપછી ગુણેલા પિંડને ( ક્ષેત્રની પહેલાઈ સાથે લંબાઈને ગુણતાં જે અંક આવ્યું હોય તેને) આડે ભાગતાં જે અંક આવે તે અંકને સત્યાવિશે (ર૭) ભાગતાં શેષ જે રહે તે “અશ્ચિન્યાદિ નક્ષત્ર જાણવું, અને એ જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્રને અંક આઠે ભાગતાં શેષ જે રહે તે “ગ” જાણવે. તે વ્યયનો અંક આયના અંકથી ઓછા આવે તે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે, પણ આયનો અંક અને વ્યયને અંક સમ આવે અથાત એ છે કે વધારે ન આવે તે તેને પિશાચ જાણો, અને ધ્વજ આય વિના બીજા આના અંકથી વ્યયનો અંક વધારે આવે છે તે રાક્ષસ સમજ. ૮