________________
અધ્યાય ૩ જા.
શાહિની.
( ૪૫ )
आयः कल्प्यो हस्तमेयः करैश्वक्षेत्रे मात्राभिर्मिते मातृकाभिः ॥ मध्येपर्यं कास ने मंदिरेच देवागारमंडपे भित्तिवाद्ये ॥ ३॥
અર્થ:—હાથ અને આંશુળે! માપી તેનુ ક્ષેત્રફળ કાઢવ્યા પછી હાથ અને આંળા પ્રમાણે આય કલ્પવા કહ્યા છે. પણ ખાટલે! અથવા પલંગની એ ઇસો અને એ ઉપળાં મળી ચારને માપમાં ન લેતાં ફક્ત મધ્યના ગાળા ભરી આય લાવવે અને તેજ રીતે ઘરના બે કરા, એક મોવાળ અને પછીત એ ચારના એસારને માપમાં ન લેતાં એ ચારેના અંતરનું અર્થાત્ એ ચારના મચ્ચે રહેલા ગાળાનું માપ લઇ આય લાવવા, પણ દેવદિર અને મંડપની બહારની ફરકેથી અર્થાત્ ચારે તરફની ભીંતના આસારા સહિત(જમીન અને પાયામાં દબાય તે સુદ્ધાંત માપમાં લેવાનુ કહ્યુ છે) માપમાં ગણી આય લાવે. ૩
शार्दूलविक्रेडित.
छत्रे देवगृहे द्विजस्यभवनेस्याछेदिकायांजले । विस्तारोछ्रयवस्त्रभूषण मखागारेपुश स्तोध्वजः ॥ धूमोपजीविनामपिगृहे कुंडेचहोमोद्भवे । सिंहद्वारपालयेस्त्रनिचये सिंहसिंहासने ॥ ४ ॥
અર્થઃ છત્ર, દેવમંદિર, બ્રાહ્મણનુ ઘર, વેદિકા, જળાશય, ક્ષેત્રાના વિસ્તાર, ક્ષેત્રાની ઉચાઈ, વસ્ત્ર, આભૂષણ અને યજ્ઞશાળા. એટલે ઠેકાણે વજ આય શ્રેષ્ઠ છે, તથા અગ્નિવડે જીવનારના ઘરમાં અને હામનાકુંડ વિષે ક્રૂષ આય શ્રેષ્ઠ છે, અને સિંહદ્વારમાં, રાજઘરમાં, શોમાં અને સિંહાસનમાં એટલે હકાણે સિંહ આય શ્રેષ્ઠ છે. ૪
૧ છત્ર અને તેથી પણ નાના દાગિના વિષે ગજ અને ગુળાનું માપ લેવાય નહિ તે આંશુળ, જવ, યૂકા, લીખ અને વાળની અણીવડે માપ લેવું અને આય મેળવવા. કારણ કે હીરા આદિ રત્નાનુ માપ આંશુળે થાય નિહ.
૨ ક્ષેત્ર એટલે ઘર કરવાની જમીનનજ ક્ષેત્ર કહેવાય છે એમ નથી; પણ ધ્વજા, ખાવટા, નિશાન એ વગેરે વચ્ચેનુ જે કાંઈ કરવુ હોય તે વઅને ક્ષેત્ર કહેવાય.
૩ ફિલ્લાના દરવાજામાં, રાજાના દરબારના દરવાજો અને રાજાના મેહેલના દરવાજો એ વગેરે સિદ્ધદ્ધારા છે, તે સિંહદ્રારાની રીતભાત આગળ આવશે,