________________
(૪૨)
રાજવલભ
उपजाति. तत्सिद्धमन्नत्वपिरुद्रदामेसदनमालांपृथिवीधराय ॥ पयस्विनींगाममृतस्यकुंभंदद्यादिधौस्वर्णमतोखिलेभ्यः ॥३४॥ सुरास्थिमांसंविहितंचरक्यतथैवपीतौदनविदायें। रक्तौदनैःपूतनिकाचनीयामत्स्यासवेनापितथैवपापा ॥३५॥ मांसंपर्कपिलिपिच्छायैतज्ज॑भायविहितंसद्यः॥ स्कंदायैतन्मदिरायुक्तंवस्न्थार्यम्णदिशिपूर्वादौ ॥३६॥
અર્થા—ઈશને ઘી અને ખીચડી, પર્જન્યને ભાત અને ઘી, જ્યને લીલા રંગનું વસ્ત્ર અને લેટને કાચ, ઇંદ્રને લેટનું વજૂ અને પંચરત્ન, સૂર્યને કાટવા વસ્ત્રને ચંદ્ર. (૨૮) સત્યને ઘઊં અને ઘી, બ્રશને માછલાં, આકાઅને તલસાંકળી, અગ્નિને ચોખાને ચરુ, પૂષાને ડાંગરની ધાણી, અધર્મને (વિતથને) ચણાને બાકળા અને ભાત. (૨૯) ગૃહક્ષતને મધ અને અન્ન, યમને માંસ અને ભાત, ગધઈને ભાત અને શેવંત્રાનાં કુલ (ગુલદાવદી), ભૃગરાજને બકરાની જીભ, મૃગને લીલા જવ, પિતૃને લાડુ, દૈવારિકને (નંદી) અડદના લોટનાં વડાં, (૩૦) સુગ્રીવને પૂડા (પલ્લા). પુષ્પદંતને દૂધ અને ધોળાફલ, વરુણને કમળકાકડી, અસુરને મદ્ય (દા). શેષને તલ અને તલનું તેલ. પાપને રાંધેલું માંસ, રોગને મદિરા અને ઔષધી, સપને ગાયનું દૂધ, મુખ્યને ચંદન અને ભાત. (૩૧) ભદ્વારને સુવર્ણ, કુબેરને માંડો અને બકરીનું દૂધ, પર્વતને સાથે, અદિતિને લાપસી, દિતિને પુરી, આપને હૃધ, આપવન્સને દહિ, અર્થમાને રતાંદળી, દૂધ અને સાકર, (૩૨) સાવિત્રને લાડુ, સવિતાને પુડા ગોળ અને ઘી, વિવસ્વાનને ઘી, દૂધ અને લાડવા, ઇંદ્રને પુષ્પની માળા, તથા ઇંદ્રજને ચંપાનું ફૂલ, તથા મિત્રને ધી ને દૂધ, દ્ધને ગુગળને ધૂપ અને કપુરાદિ સુગંધિત પદાર્થ અથવા દ્ર. (૩૩) રુદ્રદાસને રાંધેલું અન્ન, પૃથ્વીધરને રત્નની માળા, બ્રહ્માને દૂધવાળી ગાય અને અમૃતને ઘડે (દધેભરેલે ઘડે) એ રીતે સર્વ દેવેને બળિદાન આપવું તે સાથે સર્વ દેવોને સુવર્ણ પણ મુકવું જોઈએ. (૩૪) ચરકીને મદિરા અને માંસવાળું હાડકું, વિદારિકાને હળદરવડે પીલો કરેલો ભાત, પુતનાને રુધિર અને ભાત, પાપાને મદિરા અને માછલાં. (૩૫) પિલિપિછાને રાંધેલું માંસ, જેભાને તાજું માંસ, સ્કેદાને મદિરા સાથે માંસ અને અર્યમાને વળગેલા માંસવાળું હાડકું આપવું, એ રીતે પુવાદિ ચારે દિશાઓમાં બહારના ભાગે રહેલા ચાર દે છે એમ સમજવું. ૩૬