________________
અધ્યાય ૧ લે.
અર્થ–'દુષ્ટ વૃક્ષ તેમજ જે વૃક્ષમાં ભૂતને વાસ હોય તેવાં વૃક્ષોને બળવડે કરી કાપવાં નહિ, તેજ રીતે બીલી, ખીજડે, આપાલવ, બેરસળી, પુન્નાગ અને ચંપિ ઈત્યાદિ વૃક્ષે પણ કાપવાં નહિ. અને ઘર આગળ દ્રાક્ષને માંડે તથા યુપવાળી વેલીઓનો માંડવે, ચંદનનું વૃક્ષ, પીંપળી અને દાકિમી. એ વગેરે વૃક્ષે ઘર આગળ રોપવાં કહ્યાં છે. તેમજ ઘરથી ઉત્તર દિશાએ કેકી, પૂર્વ દિશાએ વડ, દક્ષિણ દિશાએ ઊંબરે ( ગુલર) અને પશ્ચિમ દિશાએ પીંપળે. એ ચારે દિશાએ ચાર જાતિનાં વૃક્ષ રોપવાં કહ્યા છે. ૩૦
I ગગ વૃક્ષછાયા નિર્ણય खर्जूरीदाडिमारंभाबदरीबीजपूरीकाः केतकीचेशवोरुढास्वयंगेहेनसौख्यदाः ।। ७६ ॥ अश्वत्योचरवटप्लक्षाम्रकार्मुकादिकान् ॥ वर्जयेद्गृहमाश्रित्यहदिविघातकान् ॥ ७८ ॥ જાણાવાણીતાનિ |
अन्येदेवद्रुमास्तेषानकुर्यादाश्रितगृहं ॥ ७९ ॥ इत्यादि १० ભાવાર્થ-ખજૂરી, દાડિમ, કેળ, બોરડી, બીજોરી, (લીંબુડાનાં વૃક્ષ, કેતકી, શેલડી, પીંપળે, ઉંબરે, ( ગુલર ) વડ, પીપળી, અંબે, ખેર, કણેર, અગસ્ત અથવા અગસ્તિઓ, દ્રાક્ષ, ભાઈ, તગર અને કાંટાવાળી સેવતી એટલું જ નહિ પણ બીજાં જે દેવ અર્થાત જે ઝાડ નીચે દેવનું સ્થાનક હોય તેવાં ઝાડ પર આગળ વાવવાથી સુખ થાય નહિ, માટે તેવાં વૃક્ષો રોપવાથી ઘરની વૃદ્ધિ એટલે ઘરની અથવા ઘરમાં રહેનાર માલીકની ચઢતી કળા થાય નહિ એમ કહ્યું છે તો તેવાં વૃક્ષોનો આશ્રય હેય ત્યાં ઘર કરવું નહિ. ૭૬-૭૮-૭૯ ઇત્યાદિ ઈ.
૧ રાજવલ્લભના ત્રીશમા શ્લોકમાં દુષ્ટ ઝાડ કહ્યાં છે. તેનું નામ આપ્યું નથી પણ લોકવેહેવારે જખ્ખાય છે કે, જે વૃક્ષને કાપતાં રુધિર જેવો પ્રવાહિ પદાર્થ નીકળે જેવાં કે, રતરોહ છેદતાં લાલ રંગ નીકળે છે. આવા ઝાડનું મારવાડ વગેરે દેશમાં દાતણુ પણ કાપતા નથી, કારણ કે-તેવાં ઝાડ કાપવાથી નિશ જાય છે, એવો ઘણાને વેહેમ છે તેમજ પીંપળા માટે છે.
૨ જે ઝાડમાં ભૂત, બ્રહ્મરાક્ષસ, જિંદ અને ડાકણનો વાસ હોય તેવાં વૃક્ષો કાપતાં લોક મનાઈ કર તેમ છતાં ઉન્મત્તપણે અથવા મમતવડે ભૂલીને પણું કાપવાં નહિ.
૩ લોકઢીમાં પીપળ રોપવી નહિ એ ચાલ છે, પણ ત્રીશમા શ્લોકના ત્રીજા પદમાં જે જ કુકણા ' શબ્દ લખે છે તેના અર્થ પીંપળ થાય છે.