________________
અધ્યાય ૧૩ મો.
(ર૦) અર્થ–જે દિવસથી સ્ત્રીને ગર્ભ રહે તે દિવસથી આઠમે અથવા છઠું માસે રવિવારના દિવસે, ગુરુવારના દિવસે, મંગળવારના દિવસે તેમજ મૃગશીર્ષ નક્ષત્ર, પૂષ્ય નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, મૂળ નક્ષત્ર અને શ્રવણ, નક્ષત્ર, એટલાં નક્ષત્ર અને બતાવેલા વારના દિવસે સીમંતકર્મ કરવું. ૪
હુંઢવા . षष्ठेशिशो:पंचमकेकुमार्या मासेन्नसंप्राशनमुत्तरासु ॥ श्रुत्यश्विनीवासवहस्तपूष्ये चित्रामृगादित्यविधातृपौष्णे ॥५॥
અર્થ–પુત્રને જન્મ થયા પછી છઠ્ઠું માસે અને કન્યા અથવા પુત્રીને જન્મ થયા પછી પાંચમે માસે અન્નપ્રાશન કરાવવું [ ખાતાં શીખવવું છે, પણ પ્રાશન કરાવવાના દિવસે ત્રણ ઉત્તરામાંથી ગમે તે એક નક્ષત્ર, શ્રવણ, અશ્વિની, ધનિષ્ઠા, હસ્ત, પૂષ્ય, ચિત્રા, મૃગશીર્ષ, પુનર્વસુ, રેહિ અને રેવતી; એટલાં નક્ષત્રમાં અન્નપ્રાશન કરાવવું જોઈએ. ૫
૩પનાતિ. वेधशिशूनामपिकर्णयोःस्यात् पुष्योत्तरावासवरेवतीषु ॥ हस्ताश्विनीवैष्णवचित्रिकासु पुनर्वसौमैत्रमृगेषुशस्तः ॥ ६ ॥
અર્થ – પુષ્ય, ત્રણ ઉત્તરા, ધનિષ્ઠા, રેવતી, હસ્ત, અશ્વિની, શ્રવણ, ચિત્રા, પુનર્વસુ, અનુરાધા, અને મૃગશીર્ષ, એટલાં નક્ષત્રોમાં બાળકના કર્ણ વેધ કરવા, ( કાન વિંધાવવા. ) .
शालिनी. 'मौंज्याबंधोमोचनंचदिजानां जीवेशुकभूमिपुत्रेबुधेच ॥ कार्योहस्तादित्रयेवासवेत्ये
श्रुत्यादित्येपूष्यसौम्याश्विनीषु ॥ ७ ॥ ૧ અનુક્રમ એવી રીતે છે કે પ્રથમ ત્રવેદીને ગુરુવારે; યજુર્વેદીને શુક્રવારે, સામવેદીને મંગળવારે અને અથર્વણ વેદવાળા બ્રાહ્મણને બુધવારે મgબંધન તથા મેજીમેચન કરવું.
મૈઝ અથવા મુંજની કટિખળા અથવા કંદોરો જનોઇ દેતી વખતે કમ્મરે બાંધવામાં આવે છે, ત્યારથી બ્રાહ્મણને બ્રહ્મચર્યપણું પાળવાનું કહ્યું છે, અને તે બ્રહ્મચર્યપણાના ધર્મ પાળવા માટે મેનુમતિના બીજા સીધાધમાં બતાવે છે તેમ મજબંધનમાટે પણ તેજ અાજના બનાળામાં માં ૪ર) બતાવવામાં આવ્યા છે.
*--*