________________
( ૧૪ )
રાજવલ્લભ પક્ષ સુધી જાણ, અને તેજ રીતે કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતી વખત ત્રણ દિવસ સુધી સૂર્યની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી ચંદ્રની નાડી ચાલે. એ રીતે કૃષ્ણ પક્ષનો અનુક્રમ એક પક્ષને જાણ.
શાંત કર્મ કરવાના કામમાં ચંદ્રની નાડી સારી છે; ભજન અને ભય વિષે સૂર્યની સારી છે પણ તેમાં એવો ભેદ છે કે, સ્વદય જાણનારની જે તરફની નાડી ચાલતી હોય તે તરફ બેસી કોઈ પ્રશ્ન કરે તે જે કાર્યનું પ્રશ્ન કરેલું હોય તે કાર્યની સિદ્ધિ, એમ સ્વરોદય જાણનાર પુરુષે કહેવું. ૮
भानुश्चंद्रसमोदयेदिनकरेचंद्रस्तदोरेगता दूतःसन्मुखउर्ध्वगोहिमकरपृष्ठेयधोभानुगः सूर्येचेद्विषमःसमश्चहिमगौप्रश्नस्तदासिद्धये मध्येभूरधआपउर्धमनलस्तिर्यङ्मुरुद्दष्टदः ॥ ९॥
અર્થ:–ચંદ્રની નાડીના ઉદય વખતે સૂર્યની નાડીને ઉદય થાય અને સૂર્યની નાડીના ઉદય વખતે ચંદ્રની નાડીનો ઉદય થાય તો તેથી ઉદ્વેગ થાય; પ્રશ્ન પૂછવા આવનાર કેઈ દૂત સ્વરોદય જાણનારના સામેથી આવી પૂછે અથવા ઉંચા સ્થળ ઉપર રહી પૂછે તે વખતે ચંદ્રની નાડી ચાલતી હોય તે કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું; સ્વદય જાણનારની પાછળથી આવી પૂછે અથવા નીચી જગે ઉપર રહી પૃછે તે વખતે સૂર્યની નાડી ચાલતી હોય તો પણ કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું.
જે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પૂછનારે કરેલા પ્રશ્નના અક્ષર ગણતાં વિષમ (એક) અક્ષરો થાય તો કાર્યની સિદ્ધિ જાણવી, તથા ચંદ્રની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પૂછનારે અક્ષર ગણતાં સમ (બેકી) અક્ષરે થાય તે પણ કાર્યસિદ્ધિ થશે એમ જાણવું.
ઉપર બતાવેલા સ્વરમાં ચાલતાં તત્વ ઓળખવાની રીત એવી છે કે, સ્વરનો વાયુ મધ્યમ ભાગે ચાલતો હોય તો તેને પૃથ્વીતત્વ જાણવું; સ્વરને વાયુ નીચે સ્વરે ચાલતો હોય તેને જળતત્વ જાણવું; સ્વરને વાયુ ઉચ ચાલતું હોય તે તેને અગ્નિતત્વ જાણવું, અને સ્વરને વાયુ તિરે છે અથવા ત્રાંસો ચાલતો હોય તો તેને વાયુતત્વ જાણવું, એ વાયુતત્વનું ફળ દુષ્ટ છે એમ જાણવું. ૯
પગાર. नभोवहेसंक्रमणेऽतिदुष्टः । शून्येकृतोमृत्युमुखतिशत्रुः ॥ श्वासप्रवेशेसकलार्थसिद्धिर्वहन्यदग्रेजठभूमितत्वे ॥ १० ॥