________________
અધ્યાય ૯ મે,
( ૧૫૫ )
शालिनी. सिंहद्वारपूर्वमानेनकार्यत्रिदयेकावामालिकास्तंभशीर्षे ॥ સ્થાતાંકળેતોૌરક્ષણાર્થતુલ્યમાનધિૌવાપિસારા
અર્થ –રાજાઓના પ્રાસાદે માટે પ્રથમ છ (૬) ભેદ બતાવ્યા છે તેવા પ્રાસાદો આગળ પ્રથમ બતાવેલી રીતી પ્રમાણે સિંહદ્વારા કરવા; પણ તેવા સિંહદ્વારના દ્વારની શાખાના સ્તંભના મથાળે ( શાખના મથાળે) ત્રણું અથવા બે અથવા એક મદળ ગોઠવવી, અને તે મદળના રક્ષણ માટે એ મદળ નીચે તડકાઓ ટેડા) મુકવા જોઈએ, પણ તે તડકાઓ તુલ્ય ભાગે મુકવા અથવા સ્વાયા ભાગે અથવા દેઢ ભાગે મુકવા. અર્થાત્ મદળ નીચે મુકવાના તડકાની જેટલી પહેળાઈ હોય તે જ પ્રમાણે તેની જાડાઈ હોય તે તે “ તુલ્ય ” ભાગ કહેવાય તથા તેડકાની જેટલી પહોળાઈ હોય તે પહેલાઈ કરતાં સવાઈ જાડાઈ હોય તે “સવાઈ” કહેવાય અને તડકાની જેટલી પહેલાઈ હોય તે પહોળાઈ કરતાં દોઢી જાડાઈ હેય તે “ઢાઈ” કહેવાય એમ સમજવું.
શાર્દૂલવિડિત. भागेदक्षिणवामकेचकरिणांशालाहरेरितः
कर्तव्यासुदृढोन्नताचकलशैर्घटादिभिर्भूषिता ॥ સં તોનર્નિાહિતીમંતોકૃપાશ્ચાત
सर्वेषूत्तमभद्रजातिरुदितोनंदैःकरैरुच्छ्रितः ॥ २९ ॥
અર્થ–સિંહદ્વારથી ડાબી અથવા જમણી તરફ મજબુત અને ઊંચી એવી હસ્તિશાળા કરવી અને તે શાળા ઉપર કળશ અને ઘંટાઓની શોભા કરવી કહી છે.
* રાજાના દરબાર આગળ દરવાજા કરવામાં આવે છે તેના આગળ બે બુરજા કરવામાં આવે છે, તે એવી રીતે કે, બન્ને બુરજાઓ મુકી નીમ ગોળાઇમાં દરવાજો હોય. કેમકે, સંગ્રામ વખતે શત્રુના હાથીની ટક્કર દરવાજાને સિધી રીતે લાગે નહિ. હાથી ટક્કર મારતાં પાછા હઠે ત્યારે તેનું જોર ફાવે, પણ હાથીના પાછલા ભાગે બુર અડી રહે એટલે ટક્કર લાગે નહિ. એવા દરવાજાને સિંહદ્વાર કહે છે. તેવા દરવાજાઓ ભૂજ, ઉદેપુર વગેરે ઠેકાણે છે. એવા દરવાજાની રીતિ એટલે તેની ઉંચાઈ અને તેને વ્યાસ કેટલા પ્રમાણને રાખો ? એ બાબત પાછળના પાંચમા અધ્યાયના ચાદમાં ( ૧૪ ) . કમાં બતાવી છે તે મુજબ સિંહદ્વારો કરવાં. તે નગરના અને દરબારમાં પ્રવેશ કરવાના દરવાજાઓ એવીજ રીતના સિંહદ્વારે કરવા કહ્યું છે. એવા સિંહદ્વારને ત્રણ શાખાઓ તથા પાંચ શાખાઓ હોય છે પણ તે જુદી હેય નહિ, ભાગો જૂદા દેખાય.